Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણવાપીસેલવાસ

વાપી, દમણ અને દાનહના પાલ સમાજનો સેલવાસમાં યોજાયો હોળી સ્‍નેહમિલન સમારંભ

પાલ સમાજના ઉત્તરાખંડ હાઈકોર્ટના ન્‍યાયાધીશ લોકપાલ સિંહ, રાજ્‍યસભાના પૂર્વ સાંસદ ડો. વિકાસ મહાત્‍મે, જિલ્લા પંચાયતના પૂર્વ મુખ્‍યઅધિકારી વેદ પ્રકાશ, દિલ્લી ભાજપ ઓબીસી મોર્ચાના પ્રમુખ સંતોષ પાલની રહેલી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલી અને દમણ તથા વાપીમાં વસતા પાલ સમાજ દ્વારા સેલવાસ ખાતે હોળી સ્‍નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. જેમનું પાલ સમાજના આગેવાનો દ્વારા પુષ્‍પગુચ્‍છ આપી શાલ ઓઢાડી ગળામાં ફૂલહાર પહેરાવી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, 2014 પછી સમગ્ર દેશની સાથે આપણાં સંઘપ્રદેશમાં વિકાસનો પ્રવાહ અવિરત રૂપે ચાલુ રહ્યો છે. દાનહની વાત કરીએ તો અહીં વ્‍યક્‍તિ વિકાસ અને સમાજ વિકાસ પ્રત્‍યેક ક્ષેત્રમાં થયો છે, જેટલો વિકાસ સ્‍થાનિક લોકોનો અને એમના સમાજનો થયો છે એટલો જ વિકાસ સંઘપ્રદેશમાં વસતા પરપ્રાંતિ સમાજનો પણ થયો છે અને એક ભરોસો અને વિશ્વાસનું વાતાવરણ અહીં ઉભું થયું છે. પ્રદેશમાં સમાજના પ્રત્‍યેક વ્‍યક્‍તિની સુરક્ષાની અનુભૂતિ થઈ રહી છે અને તેથી જ હું આપને વિશ્વાસ અપાવું છું કે, આપના સમાજ માટે અમે હંમેશા તત્‍પર રહીશું.
સમાજના જરૂરી કામ માટે અમારાભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સેલવાસ, દમણમાં કોઈપણ જગ્‍યા પર તમે સંપર્ક કરી શકો છો અને આપના મંતવ્‍યો, પ્રશ્નો, સમસ્‍યા અંગે અમને અવગત કરી શકો છો.
આ અવસરે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉત્તરાખંડ હાઈકોર્ટના ન્‍યાયાધીશ શ્રી લોકપાલ સિંહ, રાજ્‍યસભાના પૂર્વ સાંસદ ડો. વિકાસ મહાત્‍મે, જિલ્લા પંચાયતના પૂર્વ મુખ્‍ય અધિકારી શ્રી વેદ પ્રકાશ, દિલ્લી ભાજપ ઓબીસી મોર્ચાના પ્રમુખ શ્રી સંતોષ પાલ, દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપા ઓબીસી મોરચા શ્રી પ્રમુખ હરિશભાઈ પટેલ સહિત પાલ સમાજના લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

vartmanpravah

ખેરગામ તાલુકામાં નવા ભાવ મુજબના 5 અને જૂના મુજબના 3 મળી છેલ્લા ચાર દિવસમાં કુલ 8 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.1,70,705 લાખની આવક

vartmanpravah

‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ‘યુવા દેશ યુવા ભારત’ ભારતનું સપનું પણ યુવા છે અને મન પણ યુવા છે…

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવમાં 1991ની લોકસભા ચૂંટણીથી નંખાયેલો ભાજપનો પાયો

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર્સ તૈયાર હોવા છતાં બ્‍લડ બેંક કાર્યરત નહી થતા પ્રાંતમાં રજૂઆત

vartmanpravah

Leave a Comment