October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી શહેર કોંગ્રેસ દ્વારા પારડી નગર પાલિકાના વહીવટદાર અને મામલતદારને આપવામાં આવેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડી નગરપાલિકામાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે નગરજનોને જરૂરી પ્રમાણપત્ર આપવામાં આવતા ના હોય જે લોકોના હિત માટે આપવા આજરોજ પારડી નગર પાલિકાના વહીવટદાર અને મામલતદારને પારડી શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
પારડી મામલતદાર આર. આર. ચૌધરી જે નગરપાલિકાના વહીવટદાર હાલમાં છે એમને પારડી શહેર કોંગ્રેસ સમિતિ મહામંત્રી કપિલકુમાર કાંતિભાઈ હળપતિ, પારડી તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ગોપાળભાઈ ભંડારી, પારડી શહેર કોંગ્રેસ મંત્રી મહીનભાઈ હળપતિ ઉક્‍ત આવેદનપત્ર સુપ્રત કરવાગયા હતા. જેમણે આવેદનપત્ર આપ્‍યું હતું અને માંગણી કરી હતી કે હાલ ચૂંટાયેલી પાકની ટર્ન થવાથી વહીવટદાર એટલે કે મામલતદારનું શાસન છે ત્‍યારે નગરજનો જે તે સરકારી કામો અથવા સરકારી યોજનાના લાભ પ્રાપ્ત કરવા જરૂરી પ્રમાણપત્રો મેળવવા પારડી નગરપાલિકાની કચેરી મુકામે જાય છે ત્‍યાં ચીફ ઓફિસર આવા કોઈ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવતા નથી પણ તેઓ જણાવે છે કે વહીવટદાર લેખિતમાં જણાવશે તો હું પ્રમાણપત્ર કાઢી આપીશ. પારડી નગરપાલિકામાં જ્‍યારે ચૂંટાયેલી પાંખ સત્તા પર હતી ત્‍યારે સ્‍થાનિક નગરજનોને સરકારી યોજના કે અન્‍ય યોજનાઓ માટે જરૂરી પ્રમાણપત્રો પોતાની સહીથી કાઢી આપતા હતા, પ્રમુખ અને કોર્પોરેટર તાત્‍કાલિક આપતા હતા ત્‍યારે નગરજનોને વહીવટ સરળતાથી રહેતી હતી. હાલ નગરપાલિકાની સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી વહેલી તકે થવાની કોઈ શકયતા દેખાતી નથી તો પાર્ટી નગરપાલિકાના નગરજનોના હિતમાં તમામ પ્રમાણપત્રો પારડી નગરપાલિકામાંથી કાઢી આપવા માટે યોગ્‍ય પગલા ભરી જરૂરી સુચના લેખિતમાંથી ઓફિસરને પાઠવે એવી નમ્ર ફરજ છે આવી માંગણી પાર્ટીના મામલતદાર અને વહીવટદાર આર. આર. ચૌધરીને કરી છે. આર. આર. ચૌધરી પારડી પંથકમાં સારું વિકાસનું કામ યોગ્‍ય દિશામાં કરી રહ્યા છે અનેસ્‍વચ્‍છતામાં પણ નગરપાલિકા વિસ્‍તારમાં ધ્‍યાન રાખી રહ્યા છે. આવેદનપત્ર આપ્‍યા બાદ પારડી નગરપાલિકાના વહીવટદાર એવા મામલતદાર ચૌધરી આ સમસ્‍યાનો તુરંત ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી.

Related posts

પાલઘરના બાળકની શ્વાસનળીમાં ફસાયેલુ સીતાફળનું બી વલસાડ સિવિલમાં ઓપરેશન કરી બહાર કઢાયુ

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

vartmanpravah

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

Leave a Comment