December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

દાનહ વેપારી એસોસિએશનના શાંતુભાઈ પુજારીએ પાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ તથા કાઉન્‍સિલરો સમક્ષ વેન્‍ડરોના પ્રશ્નોની કરેલી રજૂઆતઃ પાલિકાના પ્રતિનિધિઓ તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે આપવામાં આવેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: આજે દાદરા નગર હવેલી વેપારી એસોસિએશનના શ્રી શાંતુભાઈ પુજારી અને તેમની ટીમે સેલવાસ નગરપાલિકા વિસ્‍તાર માટેચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના પ્રતિનિધિઓ માટે ગાયત્રી મંદિર ગ્રાઉન્‍ડ ખાતે સન્‍માન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને ઉપાધ્‍યક્ષ શ્રી અજયભાઈ દેસાઈએ ઉપસ્‍થિત રહી પદાધિકારીઓનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર શ્રીમતી રજનીબેન શેટ્ટી, શ્રીમતી શીતલબેન, શ્રી સુમનભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ, શ્રી મનોજભાઈ દયાત, શ્રી બકુભાઈ બરફે ચૂંટાયેલા પ્રતિનિધિ શ્રી સંજયભાઈ, શ્રી શ્રીકાંતભાઈ, શ્રી મિલિંદભાઈ તથા શ્રીમતી રમીલાબેનનું સ્‍વાગત અને અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે દાદરા નગર હવેલી વેપારી એસોસિએશનના શ્રી શાંતુભાઈ પુજારીએ સ્‍ટ્રીટ વેન્‍ડરોની સમસ્‍યાઓથી પણ ન.પા. પ્રમુખ – ઉપ પ્રમુખ તથા કાઉન્‍સિલરોને માહિતગાર કર્યા હતા. તેઓએ સમસ્‍યાના નિરાકરણ માટે આશ્વાસન પણ આપ્‍યું હતું.

Related posts

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત સેલવાસમાં‘ કલામૃતમ્‌’ સમર કેમ્‍પનું બાળકોની ઉત્‍કૃષ્‍ટ કલા પ્રસ્‍તૂતિ સાથે કરાયેલું સમાપન

vartmanpravah

ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતના પગલે દમણ-દીવની સામાન્‍ય જનતાના ઘરમાં પણ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ : વિકાસની રાજનીતિ ઉપર મતદારોની મહોર

vartmanpravah

‘‘લો કોસ્‍ટ લાઈબ્રેરી મેનેજમેન્‍ટ” વિષય પર તૈયાર કરાયેલુ વલસાડના વિદ્યાર્થીનું રીસર્ચ પેપર આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રકાશિત થયુ

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં મુક્‍ત પ્રયોગશાળાની શરૂઆત

vartmanpravah

Leave a Comment