Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

ચાર દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ રહેશે : રેલવે તંત્રએ જાહેરાત વિના અચાનક ફાટક બંધ કરતાં લોકો હાડમારીમાં મુકાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.02
છેલ્લા કેટલાક સમયથી પારડી તાલુકા ખાતે આવેલ પારડી, ઉદવાડા અને બગવાડા વિગેરે રેલવે ફાટક પાસે વારંવાર અનેક સમારકામના કામો થઈ રહ્યા હોય વારંવાર કોઈપણ જાતની અગાઉથી સૂચના જાહેરાત કે જાણકારી આપ્‍યા વિનાતાત્‍કાલિક ફક્‍ત ફાટક પાસે એક નાનકડું બેનર મારી આટલા સમય સુધી ફાટક બંધ રહેશેની જાણકારી આપી ફાટક બંધ કરી દેતા કાયમી રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરતાં અનેક લોકો અવઢવમાં મુકાયા છે અને પોતાના રોજિંદા કાર્યોને લઈ અનેક મુશ્‍કેલી વેઠી રહ્યાં છે જેથી રેલવે તંત્ર હવે પછી જો ફાટક બંધ રાખવાની હોય તો અગાઉથી જાહેરાત કરી અથવા કાયમી રેલવે ફાટકનો ઉપયોગ કરતા ગામોમાં અગાઉથી બેનરો મારીને જાણ કરે એવી લોકોની માંગ ઉઠી રહી છે.
આજરોજ પણ તારીખ 02.02.2022ના રોજથી તારીખ 05.02.2022 સુધી પારડી રેલવે ક્રોસિંગ ફાટક પાસે બ્‍લોકનું કામકાજ હોય ચાર દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ રહેશે ની જાણકારી આજે જ્‍યારે લોકો ફાટક પાસે આવ્‍યા ત્‍યારે થતા લોકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. મેન્‍ટેનન્‍સનું કામ સામે લોકોનો વિરોધ નથી પરંતુ પોતાના ઘરથી ફાટક સુધી આવ્‍યા બાદ એમને ફાટક બંધ હોવાની જાણ થતાં લોકો મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે.

Related posts

સંઘના સ્‍થાપના દિવસના ઉપલક્ષમાં આયોજીત વિજયા દશમી શષા પૂજન કાર્યક્રમ

vartmanpravah

કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ દાનહના સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

દાનહના દપાડામાં કંપની સ્‍ટાફની બસે મોપેડચાલકને મારેલી ટક્કરઃ મોપેડચાલક યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

vartmanpravah

Leave a Comment