October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્ર શાળામાં ‘વિશ્વ જળ દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલી વાકસ્‍પર્ધા, ચિત્રકામ અને સૂત્ર લેખન જેવી વિવિધ સ્‍પર્ધાઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીના સેલવાસ ઝંડાચોક સ્‍થિત પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્રશાળામાં ‘વિશ્વ જળ દિવસ’ના ઉપલક્ષમાં ‘‘જળ સંરક્ષણ” વિષય ઉપર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જળ સંરક્ષણની આવશ્‍યકતા, સ્‍વચ્‍છ પાણી યોગ્‍ય પાણીનું મહત્‍વ તથા જળ વ્‍યવસ્‍થાપન અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્‍પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાક સ્‍પર્ધા, ચિત્રકામ અને સૂત્ર લેખન જેવી સ્‍પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો અને જળ સંરક્ષણનો સુંદર સંદેશ વહેતો કર્યો હતો.
સ્‍પર્ધાઓમાં શ્રેષ્ઠ ત્રણ સ્‍પર્ધકોને પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી બ્રજભૂષણ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં 75મા સ્‍વાતંત્ર્યદિનની ઉજવણી થઈ

vartmanpravah

નવસારી જલાલપોર તાલુકાના કનીયેટ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની યોજાયેલી સભામાં હિટ એન્‍ડ રનનો કાળો કાયદો રદ ન કરાઈ તો તા.8મીએ પાંચ જિલ્લામાં નેશનલ હાઈવે ચક્કાજામ કરાશે : ધારાસભ્‍ય અનંત પટેલ

vartmanpravah

દાનહની દૂધની પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળામાં વાર્ષિક મહોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

vartmanpravah

વાપીના સીએની ક્‍લાઈન્‍ટના 63.45 લાખ જી.એસ.ટી.ના નાણા નહી ભરી છેતરપીંડી કરતા ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

Leave a Comment