January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે સ્પર્ધા યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્યુ્ઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડના મૂર્ધન્ય કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી બુધસભા, વલસાડના આશ્રયે ઉશનસના જીવન-કવન વિશે વ્યાખ્યાન, શોધપત્રો અને લેખોને પુરસ્કાર જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે. કવિશ્રી ઉશનસના જીવન અને કવિતા તથા ગદ્યરચનાઓ વિશે લેખો અને શોધપત્રો મોકલવા માટે જાહેર આમંત્રણ છે. કુલ ત્રણ વિભાગમાં પહેલુ, બીજુ, ત્રીજુ એમ ત્રણ ઇનામો આપવામાં આવશે. વિભાગ ૧માં ધો. ૧૧- ૧૨ ના અને કોલેજના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ, વિભાગ ૨માં અનુસ્નાતક, એમ.ફિલ, પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ અને વિભાગ ૩માં વિદ્યાર્થીઓ સિવાયના અન્ય સાહિત્ય રસિકો પણ ભાગ લઈ શકશે. શોધપત્રો અને લેખો તા. ૩૧ જુલાઈ,૨૦૨૩ પહેલા ડો. રાધિકા ટીક્કુ, ૩૦૫, આસ્થા એપાર્ટમેન્ટ્સ, વશી ફળિયા, હાલર, વલસાડ પીન નં. ૩૯૬૦૦૧ સરનામે મોકલવા અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. ૯૯૭૯૩ ૧૨૦૨૮ અથવા ઉપરના સરનામે સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે. કવિશ્રીની જયંતિ તા.૨૮ સપ્ટેમ્બર પહેલા વિગતવાર જાહેરાત કરવામાં આવશે.

Related posts

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

વાપી છરવાડા પંચાયતના માજી સરપંચ હેમંત પટેલને વાપી કોર્ટે ચેક રિટર્ન કેસમાં સજા ફટકારી

vartmanpravah

દમણ પોલીસે બંધ ઘરમાં ચોરીના ગુનામાં 03 આરોપીઓને વાપી રેલવે સ્‍ટેશનેથી ઝડપી પાડયા

vartmanpravah

પારડીતાલુકાના ગોયમા ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, દાતાઓ અને માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા મોક્ષ રથનું  કરાયેલું લોકાર્પણ

vartmanpravah

વાપી શાકભાજી માર્કેટમાં બિરાજમાન કરાયેલ દુર્ગામાતાની મૂર્તિનું શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ વિસર્જન કર્યું

vartmanpravah

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

Leave a Comment