June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

અથાલની સાલાસાર માર્બલ કંપનીમાં કામદારનું પડી જતા નિપજેલું મોત

મોતને ભેટનાર ચંદુ વળવીના પરિવારજનોએ કંપની-કોન્‍ટ્રાક્‍ટર પાસે વળતરની કરેલી માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગરહવેલીના અથાલ ગામ સ્‍થિત ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ માર્બલ કંપનીમાં શેડના ઉપર વેલ્‍ડીંગ કામ કરતી વખતે નીચે પટકાતા ગંભીર ઇજાને કારણે કામદારનું ઘટના સ્‍થળે જ મોત થવાની ઘટના બની હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અથાલ ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ સાલાસાર માર્બલ ઇન્‍ડસ્‍ટ્રીઝ કંપનીના શેડ પર વેલ્‍ડીંગનું કામ કરી રહેલ ચંદુ ભીખુભાઈ વળવી (ઉ.વ.41) રહેવાસી અથાલ જેઓનું વેલ્‍ડીંગનું કામ કરતી વખતે સંતુલન ગુમાવતા શેડ ઉપરથી નીચે પટકાવાના કારણે ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્‍થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં નરોલી આઉટપોસ્‍ટના પી.એસ.આઈ. સુરજ રાઉત અને એમની ટીમ પહોંચી હતી અને ઘટના અંગેની જાણકારી મેળવી હતી અને લાશનો કબ્‍જો લઈ પી.એમ. માટે સિવિલ હોસ્‍ટિલમાં લઈ જવામાં આવી હતી. ચંદુના પરિવારજનો પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા. જેઓએ દાવો કર્યો કે કંપની દ્વારા કોઈપણ જાતના સેફટીના સાધનો આપ્‍યા ન હતા. જો સેફટીના સાધન હોત તો કદાચ ચંદુનો જીવ બચી શક્‍યો હોત. ચંદુના બે બાળકો છે અને પરિવારમાં કમાવવાવાળો એક જ સભ્‍ય છે જેથી કંપની અને કંપની કોન્‍ટ્રાકટર દ્વારા એમના પરિવારને વળતર આપવામાં આવે એવી માંગ કરી છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરીરહી છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની સાથે તમાકુ ગુટખા મુક્‍ત પંચાયત બનાવવા પણ વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

ઘરને તાળું મારી પારડી બાલાખાડીની યુવતી ચાલી ગઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. ૬ અને ૭ ડિસે.એ યોજાનાર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

vartmanpravah

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

Leave a Comment