સામાન્ય સભા વધુ શિક્ષિત સમજતા પ્રમુખ કાશ્મિરાબેન શાહે અંગ્રેજીના મોહમાં છબરડા વાળતા રમુજી બની હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17
વાપી નગરપાલિકા હોલમાં આજે સોમવારે 11:30 કલાકે સામાન્ય સભા યોજાઈ હતી. પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફીસરની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની રચના કરવામાં આવી હતી.
સામાન્ય સભામાં રચના થયેલ સમિતિઓમાં કારોબારી ચેરમેન તરીકે મિતેષભાઈ દેસાઈ, જ્યારે સભ્યોમાં સુરશે મણીલાલ પટેલ, જયેશ કંસારા, ભારતીબેન ચૌહાણ, દેવલબેન દેસાઈ, નિલેશ રાઠોડ, મનોજ પટેલ, મુકુન્દાબેન પટેલ, જ્યોતિબેન પાટીલ, મંગેશ પટેલ, કૌશિક પટેલ અને દિવ્યેશ પટેલની નિમણુક કરાઈ હતી. વોટરવર્ક્સ સમિતિ ચેરમેન તરીકે કૌશિક પટેલ, સભ્યોમાં મનોજ પટેલ, દેવલબેન દેસાઈ, કુંજલ શાહ, ધર્મેશ પટેલ તેજ રીતે ફાયર એન્ડ લાઈટ સમિતિ ચેરમેન તરીકે મનોજનંદાણીયા, સભ્યોમાં ટીનાબેન હળપતિ, પંકજ પટેલ, અપેક્ષાબેન શાહ, તસ્લીમ સુલતાન, જ્યોર ટાઉન પ્લાનીંગ કમિટી ચેરમેન તરીકે પરિક્ષીત પટેલ, સભ્યોમાં જીતુ કાલાવાડીયા, મનોજ નંદાણીયા, મુકુંદાબેન પટેલ, અર્ચનાબેન દેસાઈ, નેહલ નાયક, દિલીપ યાદવ, નિલેશ નાયકા તથા આરોગ્ય સમિતિ ચેરમેન તરીકે સુરેશભાઈ પટેલ, સભ્યોમાં જીતુ કાલાવાડીયા, જ્યોતિ પટેલ, પરિક્ષિત પટેલ, શીલાબેન કટારમલ, કાયદા સમિતિ ચેરમેન ભારતીબેન ચૌહાણ, સેજલ પટેલ, મંગેશ પટેલ, નસીમા અન્સારી, નેહલબેન નાયક, તેજ રીતે એસ્ટાબ્લીસમેન્ટ સમિતિ ચેરમેન તરીકે સતીષ પટેલ, સભ્યોમાં મનીષા મહેતા, તસ્લીમ બાબુલ, કૌશિક પટેલ, દિવ્યેશ પટેલ, જાહેર બાંધકામ સમિતિ ચેરમેન તરીકે જયેશ કંસારા સભ્યોમાં ધર્મેશ પટેલ, શીલા કટારમલ, પંકજ પટેલ, કુંજલ શાહ, બ્યુટીફિકેશન ઈમ્પ્રુવમેન્ટ કમિટી ચેરમેન તરીકે નયનાબેન પટેલ, ઈન્દુબેન પટેલ, જશોદાબેન પટેલ, નસીમા અન્સારી અને મનોજ પટેલ જ્યારે સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન તરીકે ઉમાબેન હળપતિ, જશોદા પટેલ, નિલેશ નાયકા, ટીનાબેન હળપતિ, મનીષા મહેતાની સર્વે સમિતિઓ સર્વાનુમતે આજે રચના કરાઈ હતી. જો કે પ્રમુખ કાશ્મિરાબેન શાહે અંગ્રેજી ભાષાના મોહમાં ઘણા છબરડા વાળતા સભા રમુજી બની હતી. સમિતિઓની રચના બાદ હવે પેન્ડીંગ કામોનેવેગ મળશે.