Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટ

દાનહ જિલ્લા પંચાયતમાં ભાજપ હાઈકમાન્‍ડ પોતાના પ્રતિક ઉપર ચૂંટાયેલા સભ્‍યને જિ.પં.ના પ્રમુખ બનાવવાનો હઠાગ્રહ રાખે તો સામરવરણીના ભગુભાઈ પટેલને તક મળવાની પ્રબળ સંભાવના

  • ઊંડાણના આદિવાસી વિસ્‍તારમાંથી અધ્‍યક્ષ બનાવવાનું વિચારે તોસિંદોનીના વિપુલભાઈ કાકડભાઈ ભુસારા, કૌંચાના વિજય સોનજી ટેંબરેના નશીબમાં અધ્‍યક્ષ પદની જવાબદારી લખાઈ શકે છે

  • વાસ્‍તવિકતા એ છે કે, દાદરા નગર હવેલીમાં ભાજપનું સંગઠન ખુબ જ નબળુ છે અને જનતા દળ(યુ)માંથી આવેલા સભ્‍યો પૈકી કેટલાનું જન સમર્થન છે તે કહેવું કસમયનું છે

હવે દાદરા નગર હવેલી અને દમણ તથા દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી માટેનું સમય પત્રક પણ જાહેર થઈ ગયું છે. ત્રણેય જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી આગામી તા.18મી મેના ગુરૂવારના રોજ નિર્ધારિત છે અને ત્રણેય જિલ્લા પંચાયતને 19મી મે, 2023થી નવા અધ્‍યક્ષ પણ મળી જશે.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના 20 સભ્‍યોના સંખ્‍યાબળમાં ભાજપના પ્રતિક ઉપર 3 સભ્‍યો ચૂંટાયેલા છે અને ત્રણે ત્રણ સભ્‍યો પુરૂષ છે. દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખની નવી ટર્મ પણ પુરૂષ વર્ગ માટે આરક્ષિત છે.
બીજી બાજુ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત બની એકાદ સભ્‍યને બાદ કરતા જનતા દળ(યુ)ના પ્રતિક ઉપર ચૂંટાયેલા તમામ સભ્‍યોએ ભાજપને વિના શરતી સમર્થન આપ્‍યું છે અને દાનહ અને દમણ-દીવ પ્રદેશ જનતા દળ (યુ)નું વિલીનિકરણ પણ ભાજપમાં થઈ ચુક્‍યુ છે.
ભાજપહાઈકમાન્‍ડ પોતાના પ્રતિક ઉપર ચૂંટાયેલા સભ્‍યને જ અધ્‍યક્ષ બનાવવાનો હઠાગ્રહ રાખે તો સામરવરણીના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી ભગુભાઈ ગોમાનભાઈ પટેલને તક મળવાની સંભાવના નકારાતી નથી. કારણ કે, પ્રદેશમાં શ્રી મોહનભાઈ ડેલકરના ચાલેલા એકહથ્‍થું ચક્રવર્તી શાસનમાં પણ તેઓ અડીખમ રહી ભાજપના એક સૈનિક તરીકે કામ કરતા રહ્યા હતા.
ભાજપ હાઈકમાન્‍ડ જનતા દળ (યુ)માંથી આવેલા સભ્‍યો પૈકી કોઈ એકને પ્રમુખ બનાવવાનું વિચારે તો ઘણાં વિકલ્‍પો ખુલ્લા રહેશે. જો ઊંડાણના આદિવાસી વિસ્‍તારમાંથી અધ્‍યક્ષ બનાવવાનું વિચારે તો સિંદોનીના શ્રી વિપુલભાઈ કાકડભાઈ ભુસારા, કૌંચાના શ્રી વિજય સોનજી ટેંબરેના નશીબમાં અધ્‍યક્ષ પદની જવાબદારી લખાઈ શકે છે.
દાનહ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખને ઉલટાવી હાલના ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાનને પ્રમુખ અને શ્રીમતી નિશાબેન ભવરને ઉપ પ્રમુખ તરીકે નિયુક્‍ત કરાઈ તો પણ આヘર્ય પામવા જેવું નથી. કારણ કે, દાદરા નગર હવેલીમાં ભાજપનું સંગઠન હાલમાં પણ ખુબ જ નબળુ છે અને જનતા દળ (યુ)માંથી આવેલા સભ્‍યો પૈકી કેટલાનું જન સમર્થન પોતાના વિસ્‍તારમાં છે તે કહેવું હાલે કસમયનું છે.
ખુબ જ નિષ્‍પક્ષતાથી વિચારણાં કરવામાં આવે તો જનતા દળ(યુ) સાથે છેડો ફાડવાની સૌથી પહેલાં હિંમત નરોલીના શ્રીમતીવંદનાબેન હરેન્‍દ્રભાઈ પટેલે કરી હતી. શ્રીમતી વંદનાબેન હરેન્‍દ્રભાઈ પટેલ જ્‍યારે તત્‍કાલિન સાંસદ શ્રી મોહનભાઈ ડેલકર જીવિત હતા તે સમયે જ તેઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા પ્રદેશની થઈ રહેલી કાયાપલટના પક્ષકાર હતા અને તેમણે તથા તેમના પતિ શ્રી હરેન્‍દ્રભાઈ પટેલે ભાજપને ખુલ્લું સમર્થન પણ જાહેર કર્યું હતું. ત્‍યારબાદ એક પછી એક પ્રદેશના વિકાસથી મોહિત થઈ ભાજપનું દામન પકડતા ગયા અને વહી રહેલી વિકાસની ગંગામાં સામેલ થતા ગયા.

Related posts

દમણ પોલીસે દાભેલની એક દુકાનમાં પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્‍થો બરામદ કરવા મળેલી સફળતા: ત્રણ આરોપીઓની ધરપકડઃ ગાંજા, ચરસ, હેરોઈન જેવા ડ્રગ્‍સનું દમણમાં વધી રહેલું દૂષણ

vartmanpravah

વાપીમાં ડો.આશા ગાંધીના પેઈન્‍ટીંગનું સોલો એક્‍ઝિબિશન યોજાઈ ગયું

vartmanpravah

કપરાડા નાનાપોંઢામાં ડુપ્‍લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું : વલસાડ એસ.ઓ.જી.નું સફળ ઓપરેશન

vartmanpravah

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાથી દાનહ અને દમણ-દીવના જનપ્રતિનિધિઓની સહયાત્રાથી એક્‍તા અને હકારાત્‍મકતાનો ખિલેલો ભાવ

vartmanpravah

દાનહ પોલીસે મહિલા ચોરની કરી ધરપકડ

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા આંબેડકર જન્‍મદિવસની ઉજવણી : પુપ્‍પાજલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment