પારડીનો પ્રિતેશ લાડ વાપીથી કામ પતાવી પારડી પરત ફરી રહ્યો હતો ત્યારે સર્જાયેલો અકસ્માત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: નેશનલ હાઈવે ઉપર દરરોજ જુદા જુદા પ્રકારના અકસ્માતો સર્જાતા રહે છે તેવા વધુ એક અકસ્માત ગતરોજ બગવાડા ટોલનાકા પાસે સર્જાયો હતો. વાપીથી આવી રહેલ યુવાનની કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા કાર ડિવાઈડર કુદીને ટોલ રેટ બોર્ડમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે કોઈ જાનહાની થઈ નહોતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે પારડી પોણીયા ફળીયામાં રહેતો યુવાન પ્રિયંક લાડ તેની કાર નં.જીજે 15 સી.જી. 5644 ને લઈ વાપી કામ માટે ગયો હતો. કામ પતાવી પ્રિયંક વાપી પરત આવી રહ્યો હતો તે દરમિયાન બગવાડા ટોલપ્લાઝા પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારી દેતા કાર ડિવાઈડર કુદીને ટોલપ્લાઝાના રેટ બોર્ડમાં ભટકાઈ હતી. ટોલ કર્મચારીઓ ક્રેઈનની મદદથી કાર દુર કરી હતી. કાર બરાબર બોર્ડ વય્યે ફસાઈ હતી. અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નહીં.