(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.09 : દમણ જિલ્લાના દાભેલ-આંટિયાવાડ ચાર રસ્તા પાસેના ચંચલ તળાવમાંથી તા.15 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 5:23 કલાકે 45 થી 50 વર્ષીય પુરૂષની લાશ મળી આવી હતી. મરણ જનાર પુરૂષે શરીરે વાન(કાળા), ગ્રે કલરની બનિયાન પહેરેલ છે જેની બોર્ડર પર લાલ કલરની પટ્ટી ડિઝાઈન છે અને અને લાલ કલરની ફૂલ અંડરવેર પહેરેલ છે. જેના ઈલાસ્ટિક પર એક લેબલ છે જેના ઉપર અંગ્રેજીમાં Sunil TM gold ENZOY L-90CM લખ્યું છે. ગળામાં લાલ કલરના દોરામાં મેટલની તાવિજ પહેરેલ છે અને જમણા હાથમાં લાલ અને પીળા દોરામાંમોતીવાળી દોરી (રાખડી) બાંધેલ છે. આ વર્ણનવાળી વ્યક્તિની હજુ ઓળખ થઈ શકી નથી. જે કોઈને પણ મૃતકના વાલી વારસો મળી આવે તો દાભેલ પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.