Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં યાદગાર અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્રનો નિર્ધારઃ ચીફ ઈલેક્‍ટોરલ ઓફિસર ટી. અરૂણે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી

ચૂંટણીની જાહેરાત સાથે પ્રદેશમાં આદર્શ આચારસંહિતાનો પણ અમલ શરૂ

દાનહ અને દમણ-દીવમાં ત્રીજા ચરણમાં 7મી મેના રોજ યોજાનારી ચૂંટણીઃ 4થી જૂને મત ગણતરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : શનિવારે દેશના ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યા બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ચીફ ઈલેક્‍ટોરલ શ્રી ટી. અરૂણે એક પત્રકાર પરિષદ યોજી પ્રદેશમાં લોકસભાની સામાન્‍ય ચૂંટણીના સંદર્ભમાં જાણકારી આપી હતી અને ચૂંટણી જાહેર થતાંની સાથે જ પ્રદેશમાં આદર્શ આચારસંહિતાનો પણ અમલ શરૂ થઈ ગયો હોવાની માહિતી આપી હતી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 4,09,127 મતદારો નોંધાયેલા છે. જે પૈકી 1,97,503 મતદારો મહિલા છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવની બે લોકસભા બેઠક માટે ચૂંટણી ત્રીજા ચરણમાં તા.7મી મે, 2024ના રોજ નિર્ધારિત છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લોકસભાની સામાન્‍ય ચૂંટણી માટેનું ગેઝેટ નોટિફિકેશન તા.12 એપ્રિલ, 2024ના શુક્રવારે પ્રસિદ્ધ થશે અને ઉમેદવારી નોંધાવવાનો પણ આરંભ થશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ, 2024 છે. જ્‍યારે ઉમેદવારી પત્રકની ચકાસણી શનિવાર તા.20 એપ્રિલ, 2024ના રોજ અને ઉમેદવારીપત્રક પરત ખેંચવાની છેલ્લી તા.22મી એપ્રિલ, 2024 નિર્ધારિત છે. મતદાનની તારીખ 7 મે, 2024ના મંગળવારે સવારે 7:00 થી સાંજના 6:00 વાગ્‍યા સુધી પ્રદેશના લોકો પોતાના મતાધિકારનો પ્રયોગ કરી શકશે. મતગણતરી 4 જૂન, 2024ના રોજ નિર્ધારિત છે.
દમણ અને દીવ લોકસભા બેઠક માટે કુલ 1,32, 044 મતદારો નોંધાયેલા છે. જ્‍યારે દમણ જિલ્લામાં 95178 મતદારો પૈકી 45,330 મહિલા મતદારો છે અને દીવ જિલ્લામાં 36,866 મતદારો પૈકી 20,149 મહિલા મતદારો છે. દીવ જિલ્લામાં મહિલા મતદારોની બહુમતિ હોવાની સાથે તેઓ નિર્ણાયક રહેશે.
દાદરા નગર હવેલી લોકસભા બેઠક માટે 2,77,083 મતદારો નોંધાયેલા છે. જે પૈકી 1,32,024 મહિલા મતદારો છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં યાદગાર અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજવા માટે ચીફ ઈલેક્‍ટોરલ ઓફિસર શ્રી ટી. અરૂણે પોતાની પ્રતિબધ્‍ધતા બતાવી હતી.
દમણમાં કુલ 93 પોલીંગ બૂથ અને દીવમાં 47 પોલીંગ બૂથમાં મતદાન કરાશે. દાદરા નગર હવેલીમાં કુલ 306 પોલીંગ બૂથ મતદાન માટે ઉભા કરાયા છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કચીગામ ખાતે નિર્માણાધિન સ્‍કૂલનું કરેલું નિરીક્ષણ: દમણની સુંદરતામાં ઔર વધારા સાથે બામણપૂજા ખાતે નિર્માણ પામનારા નવા ગેટની પ્રતિકૃતિનું કરેલું અવલોકન

vartmanpravah

માનવતાની મહેક પ્રસરાવતી પારડી હોસ્‍પિટલ

vartmanpravah

વાપી આદર્શ સ્‍ટેશન જાહેર ખૂટતી અસુવિધા પુરી કરવા રેલવે અને જન પ્રતિનિધિઓનું મનોમંથન: રેલવે કે.પી.એ.સી. સભ્‍ય, ઝોનલ સભ્‍ય, રેલવે અધિકારીઓ અને સલાહકાર સમિતિની મિટિંગ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment