December 1, 2025
Vartman Pravah
ગુજરાતવલસાડવાપી

વાપી વી.આઈ.એ. હોલમાં જે.સી.આઈ. દ્વારા પ્રથમવાર નવતર બિઝનેસ મીટિંગ યોજાઈ

સામુહિક રીતે બિઝનેશમાં એકબીજાને મદદરૂપ બની શકાય તેની ચર્ચા સાથે મેમ્‍બરોએ પોતાના બિઝનેશનું પ્રેઝન્‍ટેસન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.27 : જે.સી.આઈ. ઈન્‍ડિયા વાપી યુનિટ દ્વારા શનિવારે સાંજના વી.આઈ.એ.માં તદ્‌ન નવતર પ્રયોગ સાથે પ્રથમવાર બિજનેશ મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જે.સી.આઈ. હોદ્દેદારો અને મેમ્‍બર ઉપસ્‍થિત રહ્યા હતા.
જે.સી.આઈ. વાપીએ યુવા-યુવતિઓનું ક્રિએટીવ ગૃપ છે. ખાસ કરીને બિઝનેશના વિકાસ વિસ્‍તાર માટે સતત એક્‍ટિવ રહેતુ ગૃપ છે. નવા આઈડીયા અને ઈનોવેશન માટે સદા સક્રિય રહે છે તે અંતર્ગત વી.આઈ.એ.માં જે.સી.આઈ. વાપી દ્વારા બિઝનેશ મીટિંગ યોજાઈ હતી. જેમાં ઉપસ્‍થિત મેમ્‍બરોએ બિઝનેશના વિકાસ માટે ચર્ચા-વિચારણાનું આદાન પ્રદાન કર્યું હતું. સાથે સાથે ઉપસ્‍થિત મેમ્‍બર્સોએ પોતાના બિઝનેશ અંગે પ્રેઝન્‍ટેશન કર્યું હતું. તેથી એકબીજાને ક્‍યાં કેવી રીતે સહયોગ કરી શકાય તેનો આ ખુલ્લા મંચ થકી જી.સી.બી.એ.નો નવતર પ્રથમ પ્રયોગ હતો. તેમજ જ્ઞાનની આપ-લે કરાઈ હતી. જે.સી.આઈ. પ્રમુખ સી.એ. દીપીકા ગુટગુટીયા, સેક્રેટરી સી.એસ. પહેરા, તેમજ પ્રોજેક્‍ટ કન્‍સલટન્‍ટ પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ બિઝનેશ મીટિંગ યોજાઈ હતી. હાર્દિક પટેલએ મીટિંગનું સંચાલન કર્યું હતું. મીટિંગમાં સભ્‍યો, પૂર્વ પ્રમુખો, હોદ્દેદારો, મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઈઝવિસ્‍તારમાં શુક્રવારે પાવર સપ્‍લાય કાપ રહેશે

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

vartmanpravah

SUVમાં પગ મૂકવાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ધો.12 સાયન્‍સ વાપી કેન્‍દ્રનું પરિણામ 45.59 ટકા

vartmanpravah

વલસાડ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : ડુંગરામાં એસટીપી પ્‍લાન્‍ટ અને ચલામાં ફાયર સ્‍ટેશન બનશે

vartmanpravah

Leave a Comment