October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતપારડીવલસાડવાપી

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

આગની લગોલગ ઉભેલા આઠ વાહનો બચી ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27 : વલસાડ ડિ.એસ.પી. કચેરી સામે આવેલ ખુલ્લા મેદાનમાં રવિવારે રાતે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પાલિકા ફાયર બ્રિગેડ સમયસર ઘટના સ્‍થળે આવી આગ બુઝાવી દેતા મોટી હોનારત ટળી હતી.
વલસાડ ડિ.એસ.પી. કચેરી સામે હાજી માર્કેટ પાસે રવિવારે રાતે અચાનક ખુલ્લા મેદાનમાં આગ ભભૂકી ઉઠી હતી. મેઈન રોડ ઉપર રાત્રિ ફરજ બજાવતા પોલીસ જવાનોનું તાત્‍કાલિક આગ તરફ ધ્‍યાન જતા તુરંત પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા જ ફાયર ટીમ સમયસર ઘટના સ્‍થળે દોડી આવી હતી તેમજ ઝડપથી આગ વધુ પ્રસરે તે પહેલાં બુઝાવી દીધી હતી. આગની ઘટનામાં સદ્‌નસીબે આગ પાસે જ લગોલગ સાત-આઠ વાહનો પાર્ક કરાયેલા હતા તે આગથી બચી ગયા હતા. નહીતર કોઈ મોટી હોનારત ઘટતા વાર નહીં લાગત, અલબત્ત આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

Related posts

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં કવરત્તી-રાજ નિવાસના ચાલી રહેલા બાંધકામનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

દમણમાં લોકસભાની જળ સંસાધન સમિતિનું આમગનઃ દમણ ખાતે સમિતિના ચેરમેનની જવાબદારી અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ સંભાળશે

vartmanpravah

બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગતા થયેલા મૃત્‍યુ બદલ દમણની નાનાસ હોટલનું લાયસન્‍સ રદ્‌ કરવા પ્રવાસન વિભાગે જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment