October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

કથામાં શ્રીરામ જન્‍મ, નંદ મહોત્‍સવ, ગોવર્ધન પૂજા જેવા પ્રસંગો ઉજવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપીમાં સ્‍વ. નિર્મલસિંહજી મમુભા જાડેજા પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે આગામી 30મી માર્ચથી 05 એપ્રિલ સુધી શ્રીમદ્‌ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું. છે. જેમાં વક્‍તા તરીકે ભાગવતાચાર્ય આશિષભાઈ વ્‍યાસ વ્‍યાસપીઠ પર બેસી કથાનું રસપાન કરાવશે.
મૂળ કચ્‍છના નાગ્રેચાના વતની પરંતુ વાપીનેપોતાની કર્મભૂમિ બનાવનાર ઉદ્યોગપતિ અને જાડેજા પરિવારના સ્‍વ. નિર્મળસિંહ મમુભા જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર તરફથી તા.30-4-2023ના રોજથી વાપીના ચણોદ ગેટની સામે આવેલ પ્રણવ પેપરમિલના સ્‍થળે બપોરે 3.30 કલાકે દીપ પ્રાગટયથી કરવામાં આવશે. આ શ્રીમદ્‌ ભાગવત કથામાં આવતા પ્રસંગોમાં પોથીયાત્રા, શ્રીરામ જન્‍મ, નંદ મહોત્‍સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ અને અંતમાં દશાંશ તથા હનુમંત યાગ કરવામાં આવશે. આ શ્રીમદ્‌ ભાગવત કથાના મુખ્‍ય અતિથિ તરીકે રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત રાજ્‍યના રાજપૂત સંઘના પ્રમુખ પ્રદ્યુમનસિંહજી જાડેજા, લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ નાનુભાઈ બાંભરોલીયા, નંદગુણ વસઈના દેવજીભાઈ નંદા, ઓધવ ડેવલોપર્સ ગ્રૂપના અશોકભાઈ મંગે, સાંસદ ડૉ.કે.સી. પટેલ, ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, રમણભાઈ પાટકર, પ્રદ્યુમનસિંહ જાડેજા વી.આઈ.એ.ના પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી પાલિકાના પ્રમુખ કાશ્‍મીરા શાહ તથા સંતોની હાજરી રહેશે.

Related posts

ધરમપુરના મુક સેવક જયંતિભાઈ પટેલના હસ્‍તે એમ્‍બ્‍યુલન્‍સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

હવેથી દમણ મામલતદાર કાર્યાલયમાં જમીન મહેસૂલ ભરવાની પ્રક્રિયાઓનલાઈન: જમીન મહેસૂલની ચુકવણીની ઓફલાઈન પ્રક્રિયા તાત્‍કાલિક અસરથી બંધ

vartmanpravah

દાદરા નગર હવેલી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ સંગઠન પર્વ-2024ના ચૂંટણી અધિકારી તરીકે દમણના તેજતર્રાર યુવા નેતા વિમલ પટેલની કરેલી નિમણૂક

vartmanpravah

Leave a Comment