September 10, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં લાંચ કેસમાં ઝડપાયેલા ફૂડ એન્‍ડ ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટરે કરેલી જામીન અરજી નામંજૂર

સિનિયર સેફટી-ફૂડ ઈન્‍સ્‍પેક્‍ટર દિવ્‍યાંગ બારોટ બેકરી લાયસન્‍સ માટે 60 હજારની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લામાં એક બેકરી સંચાલકે બેકરી શરૂ કરવા ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગમાં લાયસન્‍સ મેળવવા અરજી કરી હતી. આ લાયસન્‍સ માટે કોઈપણ જાતનું ચેકિંગ કર્યા સિવાય લાયસન્‍સ આપવા પેટે ફૂડ-ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટરે વાર્ષિક 60 હજારની લાંચ અરજી કર્તા પાસે કરી હતી. આ પ્રકરણમાં એ.સી.બી.એ છટકું ગોઠવીને સિનિયર ડ્રગ-ફૂડ ઈન્‍સ્‍પેક્‍ટરને 60 હજારની લાંચ લેતો રંગે હાથે ઝડપી પાડયો હતો. આરોપી ઈન્‍સ્‍પેક્‍ટરે બીજીવાર જેલમાંથી મુક્‍ત થવા નામદાર કોર્ટને જામીન અરજી કરી હતી. કોર્ટે નામંજૂર કરી અરજી ફગાવી હતી.
બેકરી સંચાલક લાંચ આપવામાંગતો નહોતો તેથી નવસારી એ.સી.બી.ને ફરિયાદ કરી હતી તેથી ટીમે કેરી માર્કેટ વખતે જે તે સમયે છટકું ગોઠવ્‍યું હતું. આ છટકામાં સિનિયર સેફટી ફૂડ-ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટર દિવ્‍યાંગ બાલકૃષ્‍ણ બારોટને રૂા.60 હજારની લાંચ સ્‍વિકારતા એ.સી.બી.એ રંગે હાથ ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. આરોપી દિવ્‍યાંગ બારોટે કોર્ટમાં જેલમાંથી છૂટવા બીજીવાર જામીન અરજી કરી હતી. જેને નામદાર કોર્ટે ફગાવી દીધી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

સેલવાસની દેવકીબા ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

vartmanpravah

દમણની વધુ ત્રણ પંચાયતોએ વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં આપેલો ટેકો

vartmanpravah

વલસાડમાં ‘ઇન્ટરનેશલ કોસ્ટલ ક્લીનઅપ ડે’ નિમિત્તે તિથલ બીચ અને દરિયાઈ તટની સાફ સફાઈ કરવામાં આવી

vartmanpravah

દીવના કેવડી મુકામે સરકારી કોલજમાં મોદી@20 પુસ્‍તકને લઈ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment