October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા અને નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખની સાથે જિ.પં.ના સીઈઓએ બાયોગેસ પ્‍લાન્‍ટની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શમાં દાનહ જિલ્લા પંચાયતે સિલી ગામના લાભાર્થીના ઘરે 2પ્‍3 ક્ષમતાનો બાયોગેસ પ્‍લાન્‍ટ, નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ સ્‍થાપના કરવામાં આવી છે.
આજે દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને નિવાસી નાયબ કલેક્‍ટર(એસ) સુશ્રી ચાર્મી પારેખે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માની ઉપસ્‍થિતિમાં એક લાભાર્થીને ત્‍યાં સ્‍થાપવામાં આવેલ આ પાઈલટ યુનિટની મુલાકાત લીધી હતી. આ અવસરે કિલવણી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. કલેક્‍ટરશ્રીએ પુનઃ પ્રાપ્‍ય ઊર્જાસ્ત્રોતોના ઉપયોગ દ્વારા ટકાઉ વિકાસને પ્રોત્‍સાહન આપવા માટે જિલ્લા પંચાયતની પ્રતિબધ્‍ધતાને દર્શાવતા જણાવ્‍યું હતું કે, આ યોજના દ્વારા જિલ્લા પંચાયત ઊર્જા સુરક્ષા, પર્યાવરણીયસ્‍થિરતા અને ગ્રામીણ વિકાસના સરકારના ધ્‍યેયને હાંસલ કરવામાં યોગદાન આપી રહી છે.
તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, સ્‍વચ્‍છ રસોઈ બળતણ ઉત્‍પન્ન કરી શકે છે. બાયોગેસ જે દરરોજ 2 થી 3 કલાક કસોઈ બનાવવા માટે પુરતો છે જે લાકડા અને એલ.પી.જી. પરની નિર્ભરતા ઘટાડે છે અને રાસાયણિક ખાતરને બદલે છે અને 60 થી 70 લિટર ઓર્ગેનિક બાયો-સ્‍લરી ઉત્‍પન્ન કરે છે અને જમીનની ફળદ્રુપતાને સમૃદ્ધ બનાવે છે.
બાયોગેસ ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે જે આ મુજબ છે.
(1)ગ્રીન હાઉસ ગેસના ઉત્‍સર્જનમાં ઘટાડો કરીને અશ્‍મિભૂત ઈંધણને બદલવાની તેની સંભવિતતા (2)જૈવિક ખાતરનું ઉત્‍પાદન કરે છે. (3)ગ્રામીણ વિસ્‍તારોમાં ઘરોમાં સ્‍વચ્‍છ ઊર્જાની માંગ પુરવઠામાં સુધારો કરવો. (4)વધારાના ગેસ અને કાર્બનિક ખાતરના વેચાણ દ્વારા આવકનોસ્ત્રોત વધશે. (5)ફેફસાંના રોગોથી સંબંધિત સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓથી બચાવે છે, જેમાં ક્રોનિક રોગોનો સમાવેશ થાય છે. ખાસ કરીને લાકડા પર રસોઈ કરતીસ્ત્રીઓ માટે. (6)એલપીજીની કિંમત બચશે, જેનો ઉપયોગ હાલમાં રસોઈ ઈંધણ તરીકે થાય છે.
અત્રે યાદ રહે કે, નવી અને પુનઃ પ્રાપ્‍ય ઊર્જા મંત્રાલય દ્વારા બાયોગેસ કાર્યક્રમ મનરેગા યોજના, ગ્રામીણ પરિવારોને રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ ભારત સરકારનો મુખ્‍ય કાર્યક્રમ છે. જેણેઆવા 100થી વધુ બાયોગેસ પ્‍લાન્‍ટ સ્‍થાપવાનું આયોજન કરીને ટકાઉ વિકાસને પ્રોત્‍સાહન આપવા જિલ્લા પંચાયતોને પ્રોત્‍સાહિત કર્યા છે. બાયોગેસ પ્‍લાન્‍ટ એનઆરએલએમ, મનરેગા અને એસએચજી સમૂહો સાથે પણ જોડાઈ શકે છે.

Related posts

ચીખલી બસ સ્‍ટેન્‍ડમાં હોર્ડિંગ ગમે ત્‍યારે તૂટી પડે તેવી સ્‍થિતિમાં! : કોઈ જાનહાની થાય તે પૂર્વે એસટી તંત્ર સાવચેતીના પગલા ભરે તે જરૂરી

vartmanpravah

દમણ કોર્ટમાં થયેલી ‘વિશ્વ વસતિ દિવસ’ની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

ધોરણ 10મા બોર્ડનું પરિણામ જાહેર: દાનહ અને દમણ-દીવનું 54.33 ટકા પરિણામઃ દમણમાં સૌથી ઓછું પરિયારી હાઈસ્‍કૂલનું 14.86 ટકા

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખપદે રાકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે રમેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજના વિદ્યાર્થીઓ ઈન્‍ટર યુનિવર્સિટી ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં પસંદગી પામ્‍યા

vartmanpravah

Leave a Comment