તીઘરા, સારણ, ઉદવાડા સહિત દમણના વાહન ચાલકોને બંધ ફાટકમાંથી મળશે મુક્તિ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લામાં હાલમાં અનેક રેલવે ફલાય ઓવરની પુરઝડપે કામગીરી ચાલી રહી છે તે પૈકીનો બગવાડા રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ચૂકી છે. તેથી ટૂંક સમયમાં જ અતિ ઉપયોગી આ આર.ઓ.બી.નું લોકાર્પણ થનાર છે.
વલસાડ જિલ્લામાં વાપી, બલીઠા, બગવાડા, મોતીવાડા અને વલસાડમાં આર.ઓ.બી.ની કામગીરી ફુલ ઝડપથી હાલમાં ચાલી રહી છે. આ તમામ બ્રિજ પૈકીનો બગવાડા રેલવે ફલાય ઓવર પૂર્ણતાને આરે પહોંચી ચૂક્યો છે. જેનું અંતિમ ચરણની કામગીરી કે ઓથ અપાઈ રહ્યો છે. અમદાવાદની અવધૂત એજન્સી દ્વારા નિર્માણ કરાયેલ પુલ ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે તેવું એજન્સીના ઈજનેર મૌલિકે જણાવ્યું છે. આ પુલ અતિ લોકોપયોગી એટલા માટે છે કે તીઘરા, સારણ, ઉદવાડા સહિત સંઘપ્રદેશ દમણના વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાથી છૂટકારો મળશે. એટલા માટે કે વારંવાર બંધ થઈજતું રેલવે ફાટકની પરેશાની વાહન ચાલકો વેઠી રહ્યા હતા પરંતુ 60 કરોડને ખર્ચે બગવાડા આર.ઓ.બી. તૈયાર થઈ ચૂક્યો છે તેથી વાહન ચાલકો માટે મોટી આશા જાગી ઉઠી છે.