October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેશના ખ્‍યાતનામ દૈનિક ઈન્‍ડિયન એક્‍સપ્રેસ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલને સતત બીજી વખત દેશના 100 સૌથી શક્‍તિશાળી વ્‍યક્‍તિઓની યાદીમાં સમાવેશ કરાયો

સી.આર. પાટીલએ મજબૂત સંગઠન શક્‍તિ, કાર્યકરોને સતત નવું માર્ગદર્શન આપી પેજ સમિતિના સત્રથી તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્‍ય વિજય અપાવવામાં મહત્‍વની ભૂમિકા નિભાવી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર તેમજ પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્‍વી પ્રદેશ અધ્‍યક્ષશ્રી સી.આર.પાટીલને સતત બીજી વખત દેશના ખ્‍યાતનામ દૈનિક અખબાર ઈન્‍ડિયન એકસપ્રેસ દ્વારા દેશના 100 સૌથી શક્‍તિશાળી વ્‍યક્‍તિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે.
શ્રી સી.આર.પાટીલએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 6 લાખ 89 હજારથી વધુ મતોથી જંગી સરસાઈથી જીત મેળવી સૌથી વધુ મતોથી જીતનાર લોકપ્રિય સાંસદ છે. શ્રી સી.આર.પાટીલ તેમના મત વિસ્‍તારમાં ખૂબ સક્રિય રહે છે જેના કારણે સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્‍યા છે. શ્રી સી.આર.પાટીલ તેમના મત વિસ્‍તારમાં મજબૂત સંગઠન શક્‍તિને કારણે તેઓનેદેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જુલાઈ 2020માં ગુજરાત પ્રદેશના અધ્‍યક્ષ તરીકેની જવાબદારી સોંપી. શ્રી સી.આર.પાટીલએ પ્રદેશ અધ્‍યક્ષ બન્‍યા પછી મજબૂત સંગઠન શક્‍તિથી પાર્ટીના કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જાનો સંચાર કર્યો. દેશ અને રાજ્‍યના વિકાસમાં નવ યુવાનો તેમજ દેશભાવના વધે તેવા પ્રયાસો કર્યા તેમજ મતદારો પ્રત્‍યે ડોર ટુ ડોર કાર્યકરો સંપર્કમાં રહે તે પ્રયાસ માટે પેજ સમિતિની રચના કરી જે આજે સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ તેમજ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રી જે.પી.નડ્ડાએ પણ પેજ સમિતિના કાર્યને બીરદાવ્‍યું છે અને દેશભરમાં કાર્યરત કરવામાં આવ્‍યું છે.
પ્રદેશ અધ્‍યક્ષ બન્‍યા પછી શ્રી સી.આર.પાટીલની મજબૂત સંગઠન શક્‍તિ, કાર્યકરોને સતત નવું માર્ગદર્શન આપી પેજ સમિતિના સત્રથી તમામ ચૂંટણી જેવી કે તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવ્‍યા છે અને કાર્યકરોને પ્રોત્‍સાહિત કર્યા છે જેનો લાભ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંણીમાં પક્ષને ભવ્‍યથી ભવ્‍ય જીત થઈ કે જે કોંગ્રેસનો જ રેકોર્ડ તોડી 182 માંથી 156 બેઠકોમાં ઐતિહાસિક વિજય અપાવામાં મહત્‍વની ભૂમિકા ભજવી છે. શ્રી સી.આર.પાટીલે પેજસમિતિની રચના કરી કાર્યકરો મતદારો સુધી સતત જન સંપર્કમાં રહે અને કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની દરેક યોજના જરૂરિયાતમંદ વ્‍યક્‍તિને મળે તેમજ સુપોષણ અભિયાન જેવા જનસેવાકીય કાર્યો કર્યા તેમજ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં યુવાનોને ટીકિટ આપવાનું આહવાન કર્યુ હતું તેમજ એક વ્‍યક્‍તિ એક હોદ્દો જેવી કાર્યપદ્ધતિ અપનાવી કાર્યકરોને ઉર્જાથી પ્રેરીત કર્યા હતા.
શ્રી સી.આર.પાટીલએ કાર્યકરોને કાર્ય કરવા પ્રેરિત કરવા તેમજ કાર્યકરોના કામ એક સ્‍થળ પર થઈ શકે તે માટે રાજ્‍યમાં શહેર અને જિલ્લામાં કાર્યાલય બનાવવા માટે આહવાન કર્યુ હતું. તેમજ વિધાનસભા ચૂંટણી સમયે કાર્યકરોમાં નારાજગી ન રહે અને તેમની સમસ્‍યા સાંભળવા માટે વન ડે વન ડિસ્‍ટ્રીકટ કાર્યક્રમ કરી વિધાનસભાની ચૂંણીમાં તમામ રેકોર્ડ તોડી ભાજપને વિજય અપાવામા મહત્‍વની ભૂમિકા ભજવી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો વતી પ્રદેશ અધ્‍યક્ષશ્રી સી.આર.પાટીલને સતત બીજી વખત શક્‍તિશાળી વ્‍યક્‍તિઓની યાદીમાં 46માં નંબરે સમાવેશ થતા અભિનંદન પાઠવ્‍યા છે.

Related posts

ચીખલી વિસ્‍તારમાં તાવ અને આંખના કેસોમાં થયેલો વધારો

vartmanpravah

ચીખલી સિટી સરવે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડમાં મહિનાઓ સુધી ફેરફાર નોંધ પાડવામાં નહી આવતા અરજદારોને ધક્‍કા ખાવાની નોબત

vartmanpravah

દેગામ મનોવિકાસ સંસ્‍થા દ્વારા વિશ્વ વિકલાંગ ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

ડાંગ જિલ્લાના આહવામાં યોજાયેલ જિલ્લા કક્ષાના વાર્ષિક શૈક્ષણિક સંમેલનમાં નડગખાડી પ્રાથમિક શાળાનું નૃત્‍ય પ્રથમ આવતા શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

રાષ્‍ટ્રીય યોગ ઓલિમ્‍પિયાડ-2022ના નામાંકન માટે દીવ રમતગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

ધરમપુર રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો : ધારાસભ્‍ય સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

Leave a Comment