January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

દર વર્ષે ચૈત્ર માસની ત્રયોદશીની 13મીએ ભગવાન મહાવીરની જન્‍મ જયંતિ ભારતવર્ષમાં ઉજવાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી શહેરમાં મંગળવારે ભગવાન મહાવીરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ હતી. જૈન ધર્મના તમામ ફિરકાઓ દ્વારા ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરના વિવિધ રાજમાર્ગોમાં ફરી યાત્રા દેરાસર પહોંચી હતી.
દર વર્ષે ચૈતાર માસની ત્રયોદશી શુકલ પક્ષની 13 (તેરસ)ના દિવસે ભારતવર્ષમાં જૈન ધર્મના સ્‍થાપક ભગવાન મહાવીરનો જન્‍મ દિવસની અતિ આસ્‍થા સાથે ધામ-ધૂમથી જૈનો ઉજવણી કરે છે તે અંતર્ગત આજે વાપીમાં તમામ જૈન ફિરકાઓ દ્વારા ભગવાન મહાવીરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી કરી હતી. ઉજવણીમાં કલાત્‍મક રથ, ઘોડા, પાલખીઓ સાથે સેંકડો જૈન ભાઈ-બહેનો દ્વારા શૌભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ, ત્રાસા, બેન્‍ડવાજાના રાજમાર્ગોમાં ફરીને જૈન દેરાસર પરત પહોંચીહતી. વાપીમાં જૈન ધર્મના તમામ તહેવારો અતિ ઉત્‍સાહ અને આસ્‍થા સાથે ઉજવાય છે તે રીતે આજે કરૂણામૂર્તિ મહાવીર ભગવાનના જન્‍મ દિનની પણ ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

ગૌ સેવા સમિતિ પારડી દ્વારા મહારાષ્‍ટ્રમાં વીરગતિ પામેલ ગૌરક્ષકને શ્રદ્ધાંજલિ તથા વિરાંજલી અપાઈ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા 5વન અગ્રવાલ

vartmanpravah

જી.ઍચ.સી.ઍલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ઈ.ડી.આઈ.આઈ સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડમાં વધુ એક જર્જરીત એપાર્ટમેન્‍ટની બાલ્‍કની તૂટી પડી : નીચે દુકાનના પતરા અને બાઈક દબાયા

vartmanpravah

આજે વાપી નગરપાલિકાની સમાન્‍ય સભા : વિવિધ સમિતિઓની રચના કરાશે

vartmanpravah

Leave a Comment