January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને વિધાનસભા સામાન્‍ય ચૂંટણી- ૨૦૨૨ ના નોડલ ઓફિસરોની બેઠક યોજાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 17:
આગામી વિધાનસભાની  સામાન્‍ય ચૂંટણી- ૨૦૨૨ અન્‍વયે ચૂંટણી મુકત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાય અને ચૂંટણી સંબધિત વિવિધ કામગીરીઓનું સરળ સંચાલન અને નિરીક્ષણ થાય તે હેતુસર વિવિધ કામગીરીના નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ નોડલ અધિકારીઓને તેઓની કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન આપવા માટે જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી જિલ્‍લા ચૂંટણી અધિકારીએ તમામ નોડલ અધિકારીઓને પાવર પોઇન્‍ટ પેઝન્‍ટેશન દ્વારા તેમની ચૂંટણી સંબધિત સોંપવામાં આવેલ કામગીરીઓ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. જેમાં (૧) મેનપાવર મેનેજમેન્‍ટના નિવાસી અધિક કલેકટરશ્રી અનસુયા ઝાને ચૂંટણી માટેનો સ્‍ટાફ પૂરો પાડવા માટે સુપરવીઝનની કામગીરી, મતદાન સ્‍ટાફની હાજરી, ગેરહાજરી, રજા વગેરેને લગતી કામગીરી, માઇક્રો ઓબ્‍ઝર્વર/ પોલીસ સ્‍ટાફ સહિતની સુપરવિઝનની કામગીરી, ચૂંટણીપંચ દ્વારા આપેલ સૂચનાઓ મુજબ અમલવારી થાય તે જોવાની કામગીરી, (૨) ઇ.વી.એમ., વી.વી.પેટ મેનેજમેન્‍ટના જિલ્‍લા આયોજન અધિકારીને ઇ.વી.એમ. યોગ્‍ય જગ્‍યાએ સુરક્ષિત રાખવા સ્ટ્રોંગરૂમની વ્‍યવસ્‍થા, સલામતી, સુરક્ષા, ઇવીએમની ઉપલબ્‍ધતા તેની ચકાસણી તેમજ બેલ કંપનીના એન્‍જીનીયરો મારફત ચકાસણી કરવવા અંગેની કામગીરી, ઇ.વી.એમ. રેન્‍ડમાઇઝેશન, ઇ.વી.એમ. સીલીંગ, ઇ.વી.એમ. ટ્રોન્‍સપોર્ટેશન, ઇ.વી.એમ. ડેટા- હિસાબ રાખવાની કામગીરી, (૩) ટ્રાન્‍સપોર્ટ મેનેજમેન્‍ટના નાયબ પોલીસ અધિક્ષકને તમામ પ્રકારના વાહનોની ઉપલબ્‍ધતા તથા જરૂરિયાત નક્કી કરવા અને વાહનો સમયસર પૂરા પાડવા, મતદાન/તાલીમ માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા અને તેનું લાઇઝનીંગ સુપરવિઝનની કામગીરી, (૪) તાલીમ મેનેજમેન્‍ટના રોજગાર અધિકારીને સ્‍ટેટ ટ્રેઇનીંગ પ્‍લાન મુજબ એ.આર.ઓ./ આર.ઓ., પ્રીસાઇડીંગ/ પોલીંગ સ્‍ટાફ, ઝોનલ ઓફિસર/ સેકટર ઓફિસર, એમ.સી.સી. સ્‍ટાફ, ઇવીએમ સ્‍ટાફ, વીડીયોગ્રાફી સ્‍ટાફ, માઇક્રો ઓબ્‍ઝર્વર, એક્ષપેન્‍ડીચર મોનીટરીંગ સ્‍ટાફ વગેરેને તાલીમ આપવાની કામગીરી, (૫) ફોર્મ તથા સાધન સામગ્રી મેનેજમેન્‍ટ માટે જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજરને ચૂંટણી બાબતે જરૂરિયાત મુજબના ફોર્મ, સ્‍ટેશનરીની વિગતો તૈયાર કરવી, ચૂંટણી સંબધિત સાહિત્‍યનું સંબધિત કચેરીઓને વિતરણની કામગીરી, વિડીયો/ કેમેરા/ કોમ્‍પ્‍યુટર/ પ્રિન્‍ટર, વૈધાનિક તથા બિનવૈધાનિક સાહિત્‍યનું વિતરણ, ડીસ્‍પેચીંગ અને રીસીવીગ સેન્‍ટરની કામગીરી, (૬) મોડલ કોડ ઓફ કંડકટના પ્રાયોજના વહીવટદારને જિલ્લામાં અધિકારીઓ, ઉમેદવારો, રાજકીય પક્ષો, મીડીયા વગેરે માટે ઇલેકશન કમિશન દ્વારા આપવામાં આવેલી ચૂંટણી આચારસંહિતાને લગતી સૂચનાઓનું અમલીકરણ, આચારસંહિતા ભંગને લગતા દૈનિક રીપોર્ટ નિયત નમૂનામાં સક્ષમ અધિકારીને મોકલવાની કામગીરી, (૭) ઓબ્‍ઝર્વરની વ્‍યવસ્‍થાના જી.આઇ.ડી.સી.ના પ્રાદેશિક મેનેજરે ઓબ્‍ઝર્વરના રોકાણ, ભોજન, ઓબ્‍ઝર્વર સાથે લાયઝન માટે સ્‍ટાફની નિમણૂંકને લગતી કામગીરી, ટેલીફોન, ઇન્‍ટરનેટ કનેકટીવીટી, કોમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર તથા ટ્રોન્‍સપોર્ટેશનની કામગીરી,  (૮) કાયદો અને વ્‍યવસ્‍થા મેનેમજમેન્‍ટ માટે નિવાસી અધિક કલેકટર, (૯) બેલેટ પેપર/ ડમી બેલેટ પેપર માટે પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનર, (૧૦) મીડિયા સંબધિત મેનેજમેન્‍ટ માટે નાયબ માહિતી નિયામક, (૧૧) કોમ્‍પ્‍યુટરાઇઝેશન અને સી.સી.ટી.વી. તેમજ વેબકાસ્‍ટીંગ માટે આઇ. ટી. આઇ. પારડીના પ્રિન્‍સીપાલ, (૧૨) સ્‍વીપની કામગીરી માટે જિલ્‍લા શિક્ષણાધિકારી, (૧૩) હેલ્‍પલાઇન અને ફરિયાદ નિવારણ માટે જિલ્‍લા આયોજન અધિકારી, (૧૪) એસ.એમ.એસ. મોનીટરીંગ અને કોમ્‍યુનિકેશન પ્‍લાનની કામગીરી (૧૫) જિલ્‍લા ઇન્‍ફોર્મેટીક ઓફિસર, (૧૬) સ્‍થળાંતરિત અને અસંગઠિત મતદારો માટે ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍યના નાયબ નિયામક, (૧૭) કલ્‍યાણ (વેલ્‍ફેર)ની કામગીરી જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારી, દિવ્‍યાંગો માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ કામગીરી કરવાની રહેશે.

આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નાયબ જિલ્‍લા પોલીસ અધિક્ષક તેમજ ચૂંટણીના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah

‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા દાભેલમાં પોસ્‍ટર બનાવવાની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

આદિવાસી સંસ્‍કળતિને ઉજાગર કરતી દીપક ચોપડિયાનો આલ્‍બમ ઢંગી ખજુરી પાર્ટ ટુ-નું થનારું લોન્‍ચિંગ

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્‍સ હોસ્‍ટેલ નજીકના સ્‍ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment