આરોપી શૈલેષ જોષી અને સાંઈ કુરેશીની અટક કરી કાર સાથે
રૂા.7.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: ધરમપુર પોલીસે ગતરોજ તિસ્કરી ચાર રસ્તાથી દારૂના જથ્થા સાથેની બે કાર ઝડપી પાડી બે આરોપીની અટક કરી હતી જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુર પોલીસને મળેલી બાતમી આધારે તિસ્કરી ચાર રસ્તા પાસે વાહન ચેકીંગ અભિયાન હાથ ધર્યું હતું તે દરમિયાન બાતમી વાળી સિફટ કાર નં.જીજે 15 સીબી 3278 આવતા પોલીસે અટકાવી ચેકીંગ કર્યું હતું. કારમાંથી રૂા.1,62,200 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ સાથે સાથે પાયલોટીંગ કરતી વેગેનાર કાર નં.જીજે 15 સીએમ 1715 ને પણપોલીસે પકડી લીધી હતી. પૂછપરછમાં જાણવા મળતા આરોપી શૈલેષ જોષી અને સાંઈ કુરેશી નામના બે આરોપીની અટક કરી હતી. તેમજ જથ્થો ભરાવનાર ઓમ પ્રકાશ અને રાકેશને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે બે મોબાઈલ, બે કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.7.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. જથ્થો ખેરગામ તરફ લઈ જવામાં આવ્યો હતો.