April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જી20 અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા એકાંકી નાટક યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી નગરપાલિકા દ્વારા જી-20 અંતર્ગત પર્યાવરણ અને વાતાવરણ ફેરફારની લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેમાં બીજી એપ્રિલે વી.આઈ.એ. ઓડિટોરિયમ ખાતે જી20 ના પ્રચાર પ્રસાર માટે નગરપાલિકા દ્વારા નાટકનો રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં આર્ટ્‍સ કલબ ફેમિલી વડોદરાના શ્રી રાજેશભાઈ વ્‍યાસના નેતૃત્‍વ હેઠળ સંગીતમય કોમેડીએકાંકી નાટક ‘‘નેહલે પે દેહલા” ની પ્રસ્‍તુતિ થઈ હતી. આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્ર મોદીની આગેવાનીમાં ભારત જી-20 નું નેતૃત્‍વ કરી રહ્યું છે અને ગુજરાતમાં જી-20 અંતર્ગત પર્યાવરણ જાગૃતિના સૌથી વધુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ ગૌરવની વાત છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ કશ્‍મીરા શાહ, ઉપ પ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ, વિવિધ સમિતિના ચેરમેન, સભ્‍યઓ ઉપરાંત વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, વી.આઈ.એ. પ્રમુખ, વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ વગેરે સાથે નાગરિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને કાર્યક્રમનો આનંદ માણ્‍યો હતો.

Related posts

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

ડુંગરા આસ્‍થા હાઈટ્‍સ બિલ્‍ડીંગ પાસે ગટરમાં પડેલ ગાય માતાનું રેસ્‍કયુ કરાયું

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

vartmanpravah

તિઘરામાં પારડી પોલીસની રેઈડ: પાંચ જુગારીયાઓ રૂા.67510 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપ્‍યા

vartmanpravah

વલસાડ આઈટીઆઈ ખાતે ‘હોમ આયા’ કોર્સની કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે શરૂઆત કરાવી

vartmanpravah

Leave a Comment