Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘હર ઘર તિરંગા’ અભિયાનઅંતર્ગત દૂધની ખાતે જેટી ખાતે ખાનવેલના આર.ડી.સી. અમિત કુમારની ઉપસ્‍થિતિમાં ‘‘બોટ રેસ” સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શનમાં ભારતના સ્‍વતંત્રના દિવસ 15 મી ઓગસ્‍ટ 2024ના ઉપલક્ષમાં દાનહ જિલ્લા પંચાયત દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે બપોરે 2:00 વાગ્‍યાથી દૂધની જેટી, ગ્રામ પંચાયત દૂધનીમાં ‘‘બોટ રેસ”નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બોટ રેસમાં ખાનવેલના આર.ડી.સી. શ્રી અમિત કુમાર, દાનહ જિલ્લા પંચાયત અધ્‍યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અરૂણ ગુપ્તા, વિકાસ અને આયોજન અધિકારી શ્રી પંકજસિંહ પરમાર અને જિલ્લા પંચાયતના તમામ સભ્‍યો, સરપંચો, ઉપ સરપંચો સહિત ગ્રામજનોએ ભાગ લીધો હતો. અત્રે આયોજીત બોટ રેસમાં 65 જેટલા નાવિકોએ ઉત્‍સાહ અને જોશથી ભાગ લીધો હતો.
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દૂધની ગ્રામ પંચાયતમાં આયોજીત બોટ રેસમાં ભાગ લેનારા તમામ બોટોને તિરંગાથી સજાવવામાં આવી હતી. બોટ રેસ દેશભક્‍તિની ભાવનાને પ્રોત્‍સાહિત કરવાના ઉદ્દેશ્‍યથી આયોજીત કરવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા, જેમણેકાર્યક્રમનો સંપૂર્ણ આનંદ લીધો હતો અને બોટ રેસના માધ્‍યમથી દેશભક્‍તિની ભાવનાને પ્રગટ કરી હતી. આ અવસરે બોટ રેસમાં ભાગ લેનારા તમામ સ્‍પર્ધકોને સ્‍વતંત્રતા દિવસ માટેની શુભકામના પાઠવી હતી.

Related posts

કેન્‍દ્રિય મંત્રી નીતિન ગડકરીએ વલસાડની સૌપ્રથમ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વાપી દેગામ મનોવિકાસ ટ્રસ્‍ટના દિવ્‍યાંગ બાળકો માટે જેટકો દ્વારા દિવ્‍યાંગ બસની ભેટ અપાઈ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના લોકોને ફરજીયાત સીવરેજ-સેપ્‍ટિક ટેન્‍કની સાફ-સફાઈ કરવા સૂચના

vartmanpravah

દાનહઃ જીએનએલયુના સેલવાસ કેમ્‍પસમાં કાયદા અને અર્થશાષાના પાયાના સિદ્ધાંતો પરના પ્રમાણપત્ર અભ્‍યાસક્રમનું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment