December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બામણવેલથી પસાર થતી કેનાલના વર્ષો જૂના પુલ ઉપર સેફટી ગ્રીલના અભાવે મોટી દુર્ઘટનાની સેવાઈ રહેલી ભીતિ

લાખો રૂપિયાનાં ખર્ચે નવીનીકરણ માર્ગ બન્‍યો પરંતુ વર્ષો જૂના પુલનું નિર્માણ નહિ થતા અવર-જવર કરતા વાહન ચાલકોને ભયના ઓથાર હેઠળ પ્રસાર થવું પડી રહ્યું છે

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: બામણવેલ ગામેથી પસાર થતી કેનાલ નહેરના વર્ષો જૂના પુલ ઉપર સેફટી ગ્રિલ ન હોવાના કારણે મોટી દૂર્ઘટના થવાની ભીતી સેવાઈ રહી છે. લાખો રૂપિયાનાં ખર્ચે નવીનીકરણ માર્ગ બન્‍યો પરંતુ વર્ષો જૂના પુલનું નિર્માણ નહિ થતા અવર – જવર કરતા વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ પ્રસાર થવું પડી રહ્યું છે.
ચીખલી તાલુકાના બામણવેલ ગામેથી પસાર થતો મુખ્‍ય જિલ્લા માર્ગ જે હરણગામ ગામેથી પસાર થતો રાજ્‍ય ધોરી માર્ગ ને જોડતો મુખ્‍ય જિલ્લા માર્ગ પર બામણવેલ ગામેથી પસાર થતી કેનાલ નહેર પર આશરે 50 વર્ષ પહેલાંનો નાનો સાંકળો પુલ પર મોટી જાનહાનિ થવાની શકયતા વધી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્‍તારમાં આવેલા નાના મોટા રસ્‍તાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચી વળવા સક્ષમ રીતે આગળ વધી રહી છે. એવામાં ચીખલી તાલુકાના બામણવેલ ગામેથી પસાર થતો મુખ્‍ય જિલ્લા માર્ગ જે હરણગામ ગામેથી પસારથતો રાજ્‍ય ધોરી માર્ગ ને જોડતો રસ્‍તો ટૂંકા સમય ગાળામાં લાખો રૂપિયાનાં ખર્ચે નવ નિર્માણ પામ્‍યો હતો પરંતુ આજ રસ્‍તા પર વર્ષો જૂના પુલ જર્જરિત હોવા છતાં આ પુલનું નિર્માણ નહિ કરાતાં જુના પુલ પરથી પસાર થતાં લોકોમાં ભય સાથે પુલની સાકળાય નાની હોવાથી બે વાહન સામ સામેથી પસાર થવું પણ મુશ્‍કેલી ઊભી થઈ રહી છે તેમજ કેનાલ નહેર પર વર્ષો જૂના પુલ ઉપર સેફટી ગ્રીલ જેવી કોઈ પણ સુવિધા નહિ હોવાથી રાત્રિ દરમિયાન મોટી દુર્ઘટના ઘટવાની શકયતા પણ વધી રહી છે જ્‍યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા વર્ષો જૂના પુલ પર સેફટી ગ્રિલ લગાવે એ જરૂરી બન્‍યું છે.

Related posts

પારડીના પંચલાઈમાં મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો ખુલ્લામાં ફેંકાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા ઓપન ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

સર્વ સમાજને નવી રાહ ચીંધતો કિલ્લા પારડીનો પાટીદાર પરિવાર

vartmanpravah

આખા હિન્‍દુસ્‍થાનને પોર્ટુગીઝ સત્તા હેઠળ લાવવા મહેચ્‍છા સાથે અલ્‍બુકર્કે ગોવા ઉપરાંત મલાક્કા દ્વીપ, હુગલી, ઓરમઝ, ચિત્તાગોંગ તથા દીવ અને દમણ જેવા સ્‍થળો જીતી લીધા

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે વર્લ્‍ડ ફૂડ સેફટી ડે ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી ચણોદનો વિસ્‍તાર વરસાદી પાણીના યોગ્‍ય નિકાલના અભાવે પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment