Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ખેરના લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપાયો : બેની અટકાયત કરાઈ

એલ.સી.બી.એ. ટેમ્‍પો સહિત રૂા.9.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ એલ.સી.બી.એ આજે સોમવારે હાઈવે ધમડાચી પીરૂ ફળીયા પાસેથી કિંમતી ખેરના લાકડા ભરેલો ટેમ્‍પો ઝડપી પાડી બે આરોપીઓની અટકાયત કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી. પોલીસને મળેલી બાતમી આધારે આજે હાઈવે ધમડાચી પાસે ચેકીંગ હાથ ધર્યું હતું તે દરમિયાન બાતમી વાળો આઈસર ટેમ્‍પોનં.જીજે 15 એવી 5678 ને અટકાવી ચેકીંગ કર્યું તો ટેમ્‍પોમાં ખેરના લાકડાનો જત્‍થો ભરેલ મળી આવ્‍યો હતો. પોલીસે ડ્રાઈવર-ક્‍લીનરની અટકાયત કરી હતી. ખેરના લાકડા 9540 કિ.ગ્રા. કિં. રૂા.4.77 તેમજ ટેમ્‍પો મળી પોલીસે કુલ રૂા.9.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવી હતી.

Related posts

ચીખલીના થાલા ગામેથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્‍યઃ વિકાસ થંભી ગયો

vartmanpravah

વાપીમાં માઁ ઉમિયાના દિવ્‍યરથનું સમસ્‍ત પાટીદાર સમાજ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

ચીખલી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો સાથે એકની કરેલી ધરપકડઃ રૂા. 13.92 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

Leave a Comment