January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરત રેન્‍જ આઈજીની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડી ત્રણને વોન્‍ટેડ જાહેર કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: સુરત રેન્‍જ આઈજીની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડી ત્રણ જેટલાને વોન્‍ટેડ જાહેરકરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેન્‍જ આઈજીની ટીમ ચીખલી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્‍યાન બાતમી મળી હતી કે ચીખલી તાલુકાના વાંઝણાના અમ્રતભાઈ ડાહ્યાભાઈ આહિરના શેરડીના ખેતરના ખાતા નં-1262 માં સુનિલ નવીનભાઈ ધો.પટેલ (રહે.વાંઝણા તા.ચીખલી), માલવ ઉર્ફે જોંટી અમૃતલાલ પટેલ (રહે.ખડકી ગામ ભંડારવાડ તા.પારડી જી.વલસાડ) અને પિન્‍ટુ (રહે.ખડકી ગામ તા.પારડી જી.વલસાડ) એમ ત્રણેય એ વિદેશી દારૂનો જથ્‍થો મંગાવી ખેતરમાં સંતાડીને રાખેલ છે. જે હકીકત બાતમીના આધારે સુરત વિભાગની ટીમે છાપો મારતા સ્‍થળ ઉપર કોઈ મળી ન આવતા ખેતરમાં તપાસ કરતા કાળા રંગની મિણીયા થેલીમાં અલગ અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂ અને ટીન બિયરની નાની મોટી બોટલ નંગ 995 જેની કિં. રૂા.01,09,400/- મળી આવતા પોલીસ ઉપરોક્‍ત ત્રણેય ને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ બીલીમોરા પોલીસ મથકના પીએસઆઈ ડી.આર. પઢેરીયા કરી રહ્યા છે.

Related posts

ભાજપ દ્વારા દેશભરમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજીત પત્રકાર પરિષદ દેશ બદલાઈ રહ્યો છે નવી દિશામાં ઊંચાઈ તરફ જઈ રહ્યો છેઃ જીતુભાઈ વાઘાણી

vartmanpravah

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં અનેક ભંગારના ગોડાઉનો ભિષણ આગની લપેટમાં : સમગ્ર વિસ્‍તારમાં ભયનો માહોલ

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ તરણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં તિરંગા યાત્રા

vartmanpravah

Leave a Comment