October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જ્‍યારથી લઘુત્તમ વેતન ધારો લાગુ કર્યા અંગેની જાહેરાત નોટિફેક્‍શન દ્વારા કરી છે ત્‍યારથી પહેલા સેલવાસ અને દાદરાની કંપનીના કામદારોએ વિવિધ મુદ્દાઓને લઈને હડતાલ પર ઉતર્યા હતા. બુધવારના રોજ રખોલી ગામે મધુબન ડેમ રોડ પર આવેલ બે કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. રખોલી ગામે આવેલ યુનિફી ટેક્‍સ્‍ટાઇલ પ્રાઇવેટ લીમીટેડ અને કાઈટેક ઇન્‍ડસ્‍ટ્રીઝ ઇન્‍ડીયા પ્રા. લિમિટેડ કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. જેઓની માંગ છે કે કામ કરવા છતાં યોગ્‍ય સમયે યોગ્‍ય વળતર મળતુ નથી. વધુમાં દાનહ પ્રશાસન દ્વારા જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું છે એના હિસાબે અમને પણ પગારમળે એવી માંગ કરી છે. કંપની મેનેજર અને કોન્‍ટ્રાક્‍ટરને આ અંગે જણાવ્‍યું તો તેઓ જેણે નોકરી કરવી હોય એ આટલા જ પગારમાં નોકરી કરવી પડશે અને જેને વધારે પગાર જોઈતો હોય તો તેઓને નોકરીમાંથી કાઢી મુકવાની પણ ધમકી આપી હોવા બાબતે કામદારોએ હડતાળ પર ઉપરી વિરોધ પ્રદર્શન કર્યું છે. હડતાળ ઉતરેલા કર્મચારીઓનું જણાવવાનું કે, અમારા પ્રશ્ન અંગે પ્રશાસન દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે અમે માંગ કરીએ છીએ.
હવે જોવું એ રહ્યું કે, પ્રશાસન દ્વારા શું પગલાં ભરવામાં આવે છે.

Related posts

કપરાડાના છેવાડાના બારપુડા ગ્રામપંચાયત ખાતે ઉપ સરપંચની વરણી માટે યોજાયેલી પ્રથમ ગ્રામસભા

vartmanpravah

હિંમતનગર ફુડ વિભાગની નામ માત્રની કામગીરી શહેરના ડી માર્ટ અને રિલાયન્‍સ મોલમાંથી શંકાસ્‍પદ સેમ્‍પલ મેળવવામાં આવ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેક્‍ટ નિરીક્ષણ અભિયાનનું સમાપન : શાબાસી અને ઠપકાનો સમન્‍વય

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah

Leave a Comment