Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અંત્‍યોદય યોજના અંતર્ગત આપવામાં આવતા મફત રાશનનો લાભ ડીબીટી યોજનાના લાભાર્થીઓને પણ આપવા સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલની પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.13 : કેન્‍દ્ર સરકાર દ્વારા રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશની ગરીબ જનતાને અંત્‍યોદય યોજના હેઠળ મફત રાશન આપવામાં આવી રહ્યું છે. પરંતુ (ડાયરેક્‍ટર બેનેફિટ ટ્રાન્‍સફર) ડીબીટી ધરાવતા લોકોને આ લાભ મળવાપાત્ર નથી તેથી સેલવાસ શહેર અને દાદરા ગામના ડીબીટીના લાભાર્થીઓને પણ આનો લાભ મળે એના માટે સેલવાસ નગર પાલિકાના કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે દ્વારા પી.એમ.ઓ. ઓફિસ, નવી દીલ્‍હીને લેખિત રજૂઆત કરી છે.
પ્રધાનમંત્રી દ્વારા ચાલી રહેલ અંત્‍યોદય અન્ન યોજના અંતર્ગત સમગ્ર ભારત દેશમાં રાશનકાર્ડ ધારકોને 1લી જાન્‍યુઆરીથી 31 ડિસેમ્‍બર 2023 સુધી વિના મૂલ્‍યે રાશન આપવાનું નક્કી કરાયેલ છે, જેમાં દાદરા નગર હવેલીના સેલવાસ નગરપાલિકા વિસ્‍તાર અને દાદરા પટેલાદમાં ગરીબી રેખા નીચે આવતા ગરીબ આદિવાસી અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા અને અન્‍ય પ્રદેશ મજૂરી કરવા આવેલ ગરીબ પરિવારો હજારોની સંખ્‍યામાં રહે છે અનેજેઓ અંત્‍યોદય અન્ન યોજના અને પીએચએચના રાશનકાર્ડ ધરાવે છે તેઓને પણ વિના મૂલ્‍યે રાશન આપવા આ અંત્‍યોદય અન્ન યોજના ધારકો માટે ડિસેમ્‍બર 2022 સુધી જાહેર કરેલ નીતિ મુજબ મુજબ ભારત સરકાર દ્વારા 1 જાન્‍યુઆરીથી ડિસેમ્‍બર 2023 સુધી વિના મૂલ્‍યે રાશન આપવાની જાહેરાત કરી હતી જે નિર્ણયને આખા ભારત દેશના લોકોએ વધાવી લીધો, પરંતુ દાદરા નગર હવેલીમાં 20 પટેલાદ અને એક નગરપાલિકા વિસ્‍તારમાં આખો પ્રદેશ વહેંચાયેલો છે. અગાઉ સમગ્ર પ્રદેશમાં જે ગરીબ પરિવાર અને કાર્ડધારક હોય એમને કોરોના કાળથી દર મહિને મફત રાશન મળતુ હતું, અને જ્‍યાં ડીબીટી યોજના દ્વારા રોકડ રૂપિયા સીધા લાભાર્થીના ખાતામા જમા થતા હતા તેઓને પણ મફત રાશન મળતું હતું. પરંતુ જાન્‍યુઆરી 2023 પછીથી જે વિના મૂલ્‍યે અનાજ આપવાનું હોય ત્‍યાં દાનહમાં 20 પટેલાદો અને 1 નગરપાલિકા વિસ્‍તારનો સમાવેશ થાય છે. જેમાં પાલિકા વિસ્‍તાર અને દાદરા પટેલાદ જ્‍યાં દર મહિને ડીબીટી યોજના દ્વારા રોકડા રૂપિયા ગરીબ પરિવારના ખાતામાં જમા થાય છે તેઓને આ યોજનાનો લાભ મળવાનો નથી એવું પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળેલ છે.
સેલવાસ નગરપાલિકા અને દાદરા પટેલાદમાં લગભગ આઠ હજારથી વધારે રાશનકાર્ડ ધરાવતા ગરીબ પરિવારો રહે છે. જેમાંથી સાત હજારથી પણ વધારેરાશનકાર્ડ ધારકો કોરોના કાળમાં પણ લાભ લેતા હતા. અહીં મોટી સંખ્‍યામાં ગરીબ આદિવાસી પરિવારો ખેતમજૂરી કરે છે. મોટી સંખ્‍યામા બહારથી એટલે કે અન્‍ય રાજ્‍યોમાંથી રોજી રોટી માટે આવેલ ગરીબ પરિવારો એમ દરેક જાતના રાશનકાર્ડ ધરાવતા ગરીબ પરિવારો વસે છે. આવા તમામ લોકોને અને એમના પરિવારોને મફત રાશનની ખુબ જ જરૂરત છે. તો કોરોના કાળ પછી મફત અનાજનો લાભ દાનહ અને દમણ-દીવ એમ સમગ્ર પ્રદેશના લોકોને મળ્‍યો હતો. એવી જ રીતે આ યોજનાનો લાભ સમગ્ર દાનહ સાથે દમણ અને દીવ જિલ્લાના લોકોને પણ આ લાભ આપવા વિનંતી સાથે સેલવાસ નગરપાલિકા વિસ્‍તાર અને દાદરા પટેલાદને આ યોજનાથી વંચિત રાખવામાં આવેલ હોય તેઓને પણ લાભ મળે એવું કરવા કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલે તેમની અરજીમાં વિનંતી કરી છે.
શ્રી સુમનભાઈ પટેલે જણાવ્‍યું છે કે, દાદરા નગર હવેલીનું સ્‍થાનિક પ્રશાસન પણ આ બાબતે વિચારણા કરી તમામ ગરીબ લોકોને અને રાશનકાર્ડ ધરાવતા પરિવારોને કેવી રીતે લાભ આપી શકાય એ બાબતે વિચારણા કરી યોગ્‍ય નિર્ણય કરે અને આ મહિનાથી જ પ્રદેશના તમામ રાશનધારકોને મફત રાશનનો લાભ મળે એ તરફ પગલું ભરે.

Related posts

કોટલાવ પિયુ પાર્ક પાસે પિયાગો રીક્ષાએ પલટી મારી

vartmanpravah

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah

વ્‍યાજખોરી ચુંગાલમાંથી સમાજને બચાવવા જિલ્લા પોલીસે યોજેલ લોન ધિરાણ માર્ગદર્શન કેમ્‍પમાં 764 અરજી મળી

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા દીવના મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ દીવ પ્રમુખશ્રી હેમલતાબેન સોલંકી તથા ઉપપ્રમુખશ્રી હરેશભાઈ કાપડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમૃતાબેન બામણીયા સાથે શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણઃ સોમનાથ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment