Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાદરા પંચાયતમાં સરપંચ સુમિત્રાબેન પટેલની અધ્‍યક્ષતામાં ગ્રામસભા યોજાઈ

ગામમાં ગેરકાયદેસર ચાલતા ઢાબાઓ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ઉપર સરપંચ કમલેશભાઈ દેસાઈએ કરેલી જોરદાર માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : આજે દાદરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત વર્ષ 2024-‘25ના ડેવલપમેન્‍ટ પ્‍લાનને મંજૂર કરવા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઉપ સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી વૈશાલીબેન આયસિંગભાઈ પટેલ, જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે ગામના સેક્રેટરીશ્રી દ્વારા ગ્રામસભાની કાર્યસૂચિ અનુસાર ચાલુ વર્ષનું બજેટ અને ફિઝિકલ ફંડ યુટિલાઇઝેશન,યોજનાઓની કાર્યપ્રણાલી રજૂ કરી હતી અને આગામી વર્ષ 2024-‘25માં થનારા વિકાસ અંગેના એક્‍શન પ્‍લાનની ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. દરમિયાન જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગોમાંથી આવેલ અધિકારીઓએ પોતપોતાના વિભાગમાં હાલમાં લાગુ ભારત સરકાર અને કેન્‍દ્ર શાસિત પ્રદેશના પ્રશાસનની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્‍થિત ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી.
ઉપ સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈએ દાદરા પંચાયત વિસ્‍તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ચાલી રહેલ ઢાબાઓ અને દારૂના અડ્ડાઓના કારણે અસામાજીક તત્ત્વોનો ત્રાસ વધી ગયો છે જેના કારણે ગામમાં ચોરી-લુંટ અને ખૂન જેવી ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો હોવાથી ગેરકાયદે ચાલી રહેલા ઢાબાઓ, દારૂના અડ્ડા વગેરેને બંધ કરાવવામાં આવે એવી રજૂઆત કરી હતી.

Related posts

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને મતદારોને જાગૃત કરવા ઈવીએમનું કરાયેલું જાહેર પ્રદર્શન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ મેડિકલ એજ્‍યુકેશન વિભાગ દ્વારા યોજાયો ‘સમર્પણ’ કાર્યક્રમ

vartmanpravah

ડ્રીન્‍ક એન્‍ડ ડ્રાઈવ અને પીધેલાઓને પકડવા ચાર દિવસની ડ્રાઈવમાં વલસાડ જિલ્લા પોલીસે 911 ને પકડયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભાજપએ વિધાનસભાની તમામ પાંચ બેઠકો જીતી હિસ્‍ટોરિકલ વિક્‍ટરી નોંધાવી

vartmanpravah

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

Leave a Comment