October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર માલનપાડામાં ગેસ લાઈન લિકેજ બાદ બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગતા દોડધામ મચી

જે.સી.બી. દ્વારા ગેસ લાઈન ખોદકામની કામગીરી ચાલતી હતી : દુકાન-પાર્ક કરેલ વાહનો સળગી ઉઠયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ધરમપુર માલનપાડા ગામે આજે રવિવારે ગેસ પાઈપ લાઈનનું જે.સી.બી. દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું ત્‍યારે અચાનક ગેસ લાઈન લીકેજ થતા બ્‍લાસ્‍ટ થયો હતો. બ્‍લાસ્‍ટથી ભિષણ આગ ભભુકતા દોડધામ મચી જવા પામી હતી.
ધરમપુર નજીક આવેલ માલનપાડા ગામમાં જે.સી.બી. દ્વારા ગેસ પાઈપ લાઈનનીકામગીરી અંગે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક ગેસ પાઈપ લીકેજ થતા અચાનક બ્‍લાસ્‍ટ થતા ભિષણ આગ લાગી હતી. આગમાં પાસે આવેલ એક દુકાન અને વાહનો લપેટમાં લીધા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે પહોંચીને આગ પર કાબુ કરી લીધો. આગને લઈ દુકાનદાર ઈજાગ્રસ્‍ત થતા તેને સારવાર માટે ખસેડાયો હતો. સમગ્ર વિસ્‍તારમાં આગ લાગ્‍યા બાદ ભારે દોડધામ મચી જવા પામી હતી.

Related posts

નાની દમણ જેટી ઉપર સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતીનો ભવ્‍ય આરંભ

vartmanpravah

વાપી દેસાઈવાડ નામધા રોડ ઉપર મોબાઈલ શોપ શટરના તાળા તૂટયા : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

ઈન્‍ચાર્જ જિલ્લા કલેકટર અનુસૂયા ઝા ના અધ્‍યક્ષસ્‍થાને મોકડ્રીલના આયોજન અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસના સાંઈધામ સોસાયટીમાંથી પાંચમા માળેથી યુવતીએ છલાંગ લગાવતા ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

Leave a Comment