Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ

ઘરના દરેક પરિવાર માટે આ ફક્‍ત તારીખ જોવાનું કેલેન્‍ડર જ નહીં પરંતુ મોદી સરકારની વિવિધ યોજનાઓ, મોદીની ગેરંટી, ‘વિકસિત ભારતનો સંકલ્‍પ’સહિત જાહેર રજાઓ, પ્રદેશના વિવિધ પ્રવાસન સ્‍થળો અને રમણિય સ્‍પોટ નિહાળવાનું બનેલું ઘરવગુ સાધન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ ઘરોમાં 2024ના કેલેન્‍ડરનું વિતરણ ગત તા.1લી ફેબ્રુઆરીથી જિલ્લા પ્રશાસન, નગરપાલિકા તથા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, કાઉન્‍સિલરો, જિલ્લા પંચાયતના પ્રમુખો, ઉપ પ્રમુખો, સભ્‍યો તથા સરપંચો દ્વારા ઘરે ઘરે જઈ કેલેન્‍ડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે પ્રદેશના લોકો પણ થયેલા સર્વાંગી વિકાસની ઝાંખી જોઈ પ્રભાવિત થઈ રહ્યા છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લોક પ્રતિનિધિઓ અને આગેવાનોના સહયોગથી પ્રદેશની સમૃદ્ધિનો ચિતાર આપતા કેલેન્‍ડરના વિતરણનો પ્રારંભ ત્રણેય જિલ્લામાં કરવામાંઆવ્‍યો છે. આ કેલેન્‍ડર ‘આપણો સંકલ્‍પ વિકસિત ભારત’ અને મોદીજીની ગેરંટીની થીમ ઉપર બનાવવામાં આવ્‍યા છે. જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થયેલા વિવિધ વિકાસના કામો તથા પ્રવાસન સ્‍થળોની બાબતમાં જાણકારી દર્શાવવામાં આવી છે. આ કેલેન્‍ડરમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, શિક્ષણ, આરોગ્‍ય અને સમાજ કલ્‍યાણ જેવી બાબતોમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મેળવેલી ઉપલબ્‍ધિઓને પણ બતાવવામાં આવી છે. આ કેલેન્‍ડર સામાન્‍ય લોકો માટે કેન્‍દ્ર સરકારની વિવિધ મહત્‍વની યોજનાઓની બાબતમાં જાણકારી પ્રાપ્ત કરવા માટેનું એક ઉત્તમ સાધન પણ બની રહ્યું છે. જેમાં કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓ, વિકાસ પરિયોજનાઓ અને સ્‍થાનિક પ્રવાસન સ્‍થળોની જાણકારી ઉપલબ્‍ધ છે. જે સમૃદ્ધિ અને વિકાસની દિશા માટે મહત્‍વપૂર્ણ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ભારતને વિશ્વ ગુરૂ બનાવવાના સંકલ્‍પને સાકાર કરનારા શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્‍કૃતિક ધરોહરને મજબુત કરનારા પ્રતિબિંબને પણ કેલેન્‍ડરમાં ઝીલવામાં આવ્‍યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નારીશક્‍તિને પ્રોત્‍સાહન આપનારા દૃઢ સંકલ્‍પને પણ આ કેલેન્‍ડરમાં વણી લેવામાં આવ્‍યો છે. આ કેલેન્‍ડરના માધ્‍યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને યુવાનોથી જોડવાનો પણ પ્રયાસ કરાયો છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારાકેલેન્‍ડરના કરાયેલા મહાવિતરણ અભિયાનથી સામુહિક ભાગીદારીને પણ ઉત્તેજન મળી રહ્યું છે અને પ્રદેશના નાગરિકોને પણ ભાગીદારી અને નેતૃત્‍વ લેવા માટે હકારાત્‍મકતાથી પ્રેરિત કરાયા છે. આ કેલેન્‍ડર ફક્‍ત સામાજિક અને સાંસ્‍કૃતિક ભાગીદારીનું જ પ્રતિબિંબ નથી, પરંતુ સ્‍થાનિક પ્રજાને સરકારની પહેલની દિશામાં સમર્થન આપવાનું એક માધ્‍યમ પણ છે. કેલેન્‍ડરના વિતરણનું કાર્ય માર્ચ-2024ના પહેલાં સપ્તાહ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
આ પ્રસંગે સંઘપ્રદેશ પ્રશાસને પ્રદેશના તમામ નાગરિકોને સમર્પિત થઈ સામુહિક શાંતિ અને સમૃદ્ધિની દિશામાં દરેકને સાથે મળીને કામ કરવાની અપેક્ષા પણ પ્રગટ કરી છે.

Related posts

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah

દાનહમાં આરસેટી દ્વારા તાલીમમાં સફળ થનાર સીમા ભુસારાનું કલેક્ટર ભાનુ પ્રભાના હસ્તે કરાયેલું સન્માન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં હાજર રહેવા આપેલું વિધિવત આમંત્રણ

vartmanpravah

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ઓવરબ્રિજ ઉપર કારને બચાવવા જતા પાઈપ ભરેલ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

Leave a Comment