સાહસિકોએ ઈકો સિસ્ટમ અને ઈનોવેશનનું મહત્વ સમજાવ્યું: સ્ટાર્ટઅપની દુનિયાની સૌથી નાની ટેકનોલોજીથી લઈને વિશાળ ટેકનોલોજી અંગે સૌને માહિતગાર કરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વાપી સેન્ટર ઓફ એક્સલેન્સ ખાતે એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી અને સહયોગી સંસ્થા સ્ટાર્ટઅપ વાપી કોમ્યુનિટીના સંયુક્ત ઉપક્રમે ‘ટેકનિકલ સ્ટાર્ટઅપ ટોક્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીના પ્રમુખ પાર્થિવ મહેતાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સ્ટાર્ટઅપ ઈન્ડિયાને આગળ વધારવા અને આજનાસમયની માંગને અનુરૂપ ‘ટેકનિકલ સ્ટાર્ટઅપ ટોક્સ’ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં સર્વેને સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ, સ્ટાર્ટઅપ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ફન્ડીંગ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
સ્ટાર્ટઅપ વાપી કોમ્યુનિટીના ફાઉન્ડર કળષિત શાહે સર્વેને સ્ટાર્ટઅપ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ત્યારબાદ સુરત સ્ટાર સ્ટાર્ટઅપના સની કાબરાવાલાએ પોતે ચાલુ કરેલા સ્ટાર્ટઅપ વિશે જણાવ્યું કે, અમારી સ્ટાર્ટઅપમાં રોકેટ બનાવીએ છીએ અને એ રોકેટને અમો અંતરિક્ષ સુધી મોકલીએ છીએ. આવનારા સમયમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આનો ખૂબ જ મોટો ફાળો રહેશે. વાપી ઈકો ઈન્ડિયા ઈલેક્ટ્રો મેક પ્રા.લિ.ના ફાઉન્ડર મનિષ પાટીલએ જણાવ્યું કે, વાપીમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવા માટે કંપની સ્થાપિત કરી છે અને દેશ-વિદેશમાં 2પ હજારથી વધારે વાહનોનું વેચાણ કર્યુ છે. આ ત્રણેય સ્ટાર્ટઅપના સાહસિકોએ ઉપસ્થિત તમામને પોતાના વક્તવ્યથી મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સાથે સાથે સ્ટાર્ટઅપની દુનિયાની સૌથી નાની ટેકનોલોજીથી લઈને મોટી વિશાળ ટેકનોલોજી વિશે અવગત કર્યા હતા.
આ કાર્યક્રમમાં ઈએવીના ટ્રસ્ટી અરૂણ અગરકર, જે.આર. શાહ, પૂર્વ પ્રમુખ જયેશભાઈ ઘાટલિયા, સેક્રેટરી કમલેશ લાડ, ખજાનચી કલ્પેશ બથીયા, કમિટિ સભ્યોબંકિમ અમીન, જયદીપ દલસાણીયા, સુધીર ચૌધરી, મિતેશ શ્રોફ, પંકજ દામા, ધર્મેશ કાપડિયા, આશિષ દેસાઈ ઉપરાંત વાપી સ્ટાર્ટઅપના કોમ્યુનિટીના પ્રાચી શાહ, ડો. શ્વેતા મહેતા, જય મહેતા, આદિત્ય મહેતા, વિલાસ ઉપાધ્યાય, રચના ઉપાધ્યાય, ડો. કળણાલ રામટેકે, જાઍલ જ્યોર્જ, નિરવ જાની, વૈભવ દામા, હેતલ જુઠાણી વગેરે ઉપરાંત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સહ ખજાનચી સંતોષ સદાનંદે કર્યું હતું. આભારવિધિ ઉપપ્રમુખ અંબાલાલ બાબરીયા કરી હતી.