Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

રાષ્‍ટ્રીય ભાજપ ઓબીસી મોર્ચાના કોષાધ્‍યક્ષ ગજેન્‍દ્ર યાદવની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ ભાજપ ઓબીસી મોર્ચાએ મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને એક અલગ અંદાજમાં પાઠવેલી શ્રદ્ધાંજલિ

વિદ્યાર્થીઓએ મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની તૈયાર કરેલી પેઈન્‍ટિંગનું ભાજપ કાર્યાલયમાં લગાવાયું પ્રદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11: મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં દમણની સાર્વજનિક વિદ્યાલયના ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓએ અદ્‌ભૂત પેઈન્‍ટિંગ તૈયાર કરી મહાત્‍મા જ્‍યોતિબા ફૂલે પ્રત્‍યે શ્રદ્ધાંજલિ પ્રગટ કરી હતી. ભાજપના ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય કાર્યકારિણીના સભ્‍યો શ્રી વિશાલભાઈ ટંડેલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ મહાત્‍મા જ્‍યોતિબા ફૂલે અને તેમના જીવન સાથે જોડાયેલ પેઈન્‍ટિંગ તૈયાર કરી તેમને એક અલગ અંદાજમાં યાદ કરાયા હતા. દમણ ભાજપ કાર્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની વિવિધ પેઈન્‍ટિંગોને ભાજપના રાષ્‍ટ્રીય ઓબીસી મોર્ચાના કોષાધ્‍યક્ષ શ્રી ગજેન્‍દ્ર યાદવ, સંઘપ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, ભાજપ ઓબીસી મોર્ચાની રાષ્‍ટ્રીય કાર્યકારિણીના સદસ્‍ય શ્રી વિશાલભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલે મીડિયા સમક્ષ રજૂ કરી હતી. ભાજપ કાર્યાલયમાં આ પેઈન્‍ટિંગોનું પ્રદર્શન પણ લગાવવામાં આવ્‍યું હતું.

Related posts

રાજ્‍યમાં સૌથી વધુ પ્રદૂષિત ગણાતા શહેર વાપીમાં પ્રદૂષણ ઘટયું: હવે, સૌથી વધુ પ્રદૂષણ વડોદરામાં

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્‍તે ઉનાઈથી શરૂ થશે ગુજરાત ગૌરવ યાત્રા

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં ભારતીય માનક બ્‍યુરોની અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર

vartmanpravah

સેલવાસના મંદિર ફળિયામાં પાણીની પાઈપલાઈન તુટી જતા વ્યર્થ વહી જતું પાણી

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

Leave a Comment