October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઈન્‍સ્‍ટાગ્રામ પર મિત્રતા કેળવી પારડીના યુવકે વલસાડની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી, પી.બી.એસ.સી.એ જીવન બચાવ્‍યું

સમાજ અલગ હોવાનું કારણ આપી યુવકે લગ્નનો ઈન્‍કાર કરતા પીડિતાએ પોલીસ સ્‍ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટરના દ્વાર ખખડાવતા ન્‍યાય મળ્‍યો: હાલ યુવતીએ પુત્રને જન્‍મ આપ્‍યો, બંને પક્ષોએ શાંતિથી સંસારમાં ડગ માંડતા પી.બી.એસ.સી.નો આભાર માન્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી 26 વર્ષીય યુવતીના ઈન્‍સ્‍ટાગ્રામ પર બે વર્ષ પહેલા પારડી તાલુકાના એક ગામમાં રહેતા અને વાપી જીઆઈડીસીની કંપનીમાં નોકરી કરતા 33 વર્ષીય યુવકની ફ્રેન્‍ડ રિકવેસ્‍ટ આવી હતી. જે યુવતીએ સ્‍વીકારતા બંને વચ્‍ચે ધીમે ધીમે વાતચીત શરૂ થઈ હતી. ત્‍યારબાદ બંને વચ્‍ચે મુલાકાતોના દૌર શરૂ થતા હરવા ફરવા લાગ્‍યા હતા. આ દરમિયાન યુવકે હું તારી સાથે જ લગ્ન કરીશ એમ કહી જન્‍મોજન્‍માંતરના સંબંધના વચનો આપ્‍યા હતા. બાદમાં લગ્નની લાલચ આપી તેણીને વાપી અને દમણની હોટલોમાં અનેકવાર લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્‍યા હતા. જેને પગલે યુવતીને ગર્ભ રહી ગયો હતો. યુવતીએ લગ્ન કરવાની વાત કરતા યુવકે કહ્યુંકે, તારો અને મારો સમાજ અલગ હોવાથી મારા પરિવારજનો તારી સાથે લગ્ન કરવા માટે ના પાડે છે જેથી હું તને અપનાવી શકુ તેમ નથી કહી લગ્ન કરવા ના પાડી યુવતીને તરછોડી દીધી હતી. જેથી ભોગ બનનાર પીડિતાએ વલસાડ પોલીસ સ્‍ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટરમાં યુવક વિરૂધ્‍ધ અરજી આપી હતી. જેથી પીબીએસસીની ટીમે સામાપક્ષને સેન્‍ટર પર બોલાવી તેમની ત્રણવાર જૂથ મિટિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપ્‍યું હતું. ત્‍યારબાદ સામાપક્ષને કાઉન્‍સિલિંગ કરી સમજાવવામાં આવ્‍યા હતા. આખરે યુવક અને તેના પરિવારજનો યુવતીને લઈ જવા તૈયાર થતા બંને પક્ષકારો વચ્‍ચે સમાધાન કરાવવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ યુવતીએ દીકરાને જન્‍મ આપ્‍યો હતો. હાલમાં બંને પક્ષો શાંતિથી રહે છે. આમ, બંને પીડિતાનું જીવન બચાવવામાં આવ્‍યું તે બદલ બંને પક્ષકારોએ પી.બી.એસ.સી સેન્‍ટરનો આભાર માન્‍યો હતો.

Related posts

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલ ‘અગ્રેસર ગુજરાત કેમ્‍પેઈન’ની માહિતી આપવા વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સેવા પખવાડીયુ અંતર્ગત વાપી તાલુકા અને શહેર ભાજપ મહિલા મોરચા તથા ડોક્‍ટર સેલના સંયુક્‍ત ઉપક્રમે દવા વિતરણ તેમજ હિમોગ્‍લોબીન ટેસ્‍ટનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષના ટર્મની યોજાયેલી છેલ્લી સામાન્‍ય સભા

vartmanpravah

નવસારીના શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય ખાતે વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

પારડી બી.આર.જે.પી. સ્‍કૂલમાં જન્‍માષ્ટમીની ઉલ્લાસ-ઉમંગથી કરાયેલી ઉજવણી

vartmanpravah

vartmanpravah

Leave a Comment