Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કોટલાવમાં રસ્‍તા બાબતે મારામારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: પારડીના કોટલાવ ધોડિયાવાળ ખાતે રહેતા પ્રવિણભાઈ શંકરભાઈ ધોડિયા પટેલ દરજી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈકાલે ફળિયામાં જ રહેતા અવિનાશભાઈ સુમનભાઈ રાઠોડ પોતાની મોટરસાયકલ પ્રવિણભાઈના ઘરના ઓટલા પાસેથી લઈ જતા પ્રવિણભાઈની પત્‍ની રંજનબેને અહીંથી જવાની ના કહેતા અવિનાશભાઈ સુમનભાઈ રાઠોડ , ચિરાગભાઈ સુરેશભાઈ પટેલ, કાજલબેન અવિનાશભાઈ રાઠોડ તથા સુરેશભાઈ શંકરભાઈ ધોળીયા પટેલ એકબીજાની મદદગારીથી પ્રવિણભાઈના ઘરે આવી બોલાચાલીઅને ઝઘડો કરી સુરેશભાઈએ પ્રવિણભાઈને પાઇપ વડે માથાના પાછળના ભાગે ફટકો મારતા પ્રવિણભાઈ લોહી લુહાણ થઈ જતા તેમને સારવાર અર્થે મોહન દયાળ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે.
આ અંગેની હકીકત પ્રવીણભાઈએ પારડી પોલીસને જણાવતા પારડી પોલીસે 323, 325,504,506(2) 114 અને જીપીએસીટી કલમ 135 મુજબ ગુનો નોંધી આ ચારેય આરોપીને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનાની તપાસ પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. એ.ડી. ડોડીયા કરી રહ્યા છે

Related posts

સેલવાસના ટોકરખાડા સરકારી શાળામાં રાષ્‍ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે ચિસદા ગામની મુલાકાત લઈ વિવિધ યોજનાઓ અંગે આપેલી જાણકારી

vartmanpravah

વાપી મુસ્‍કાન ગ્રુપ દ્વારા ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

આજે વાપીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્‍મ દિવસની ઉજવણી : રક્‍તદાન કેમ્‍પ-ફ્રૂટ વિતરણ કરાશે

vartmanpravah

ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ મળતા વલસાડ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

vartmanpravah

ચીખલી સહિત ગણદેવી વિધાનસભા મતવિસ્‍તારમાં કુલ-23 જેટલા માર્ગોની 10.37 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થશે

vartmanpravah

Leave a Comment