Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખાણ ખનીજ ટીમનો સપાટો : ઓવરલોડ રેતી ભરેલી ચાર ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી

વહેલી સવારે વલસાડ સરોધી હાઈવે ઉપર કાર્યવાહી : 20 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં ગેરકાયદે રેતી હેરાફેરીનો કારોબાર ધમધમી રહ્યો છે. જેની વ્‍યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્‍યારે ઊંઘમાંથી સફાળા જાગેલ ખાણ ખનીજ વિભાગે આજે ગુરૂવારે વલસાડ સરોધી હાઈવે ઉપર વહેલી સવારથી વોચ ગોઠવી ચેકિંગ શરૂ કર્યું હતું. તેમાં ઓવરલોડ રેતી ભરેલી ચાર ટ્રકો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં બિલિમોરા ધોલાઈ બંદરેથી મોટા પ્રમાણમાં રેતીનું ખનન ચાલી રહ્યું છે. ગેરકાયદે રેતી જિલ્લામાં ઠાલવવામાં આવતી રહે છે તે માટે લાંબા સમયથી લોકોની રાવ પણ છે ત્‍યારે અંતેખાણ ખનીજ વિભાગે આજે સફાળા જાગીને રેતી ટ્રકો પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ સરોધી હાઈવે ઉપર વહેલી સવારે ખાણ ખનીજ અધિકારીઓએ ચેકિંગ કામગીરી આરંભી દીધી હતી. જેમાં ઓવરલોડ રેતી ભરેલ ચાર ટ્રકો ઝડપાઈ હતી. ટ્રક નં.જીજે 16 એચ 7685, જીજે 19 વી 9696, જીજે 06 એટી 3361 અને એક નંબર વગરની ટ્રક મળી કુલ ચાર ટ્રક ઝડપી પાડી 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો હતો.

Related posts

વાપી શહેરમાં ભાજપ સહિત વિવિધ પાર્ટીઓએ 11 વોર્ડ વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર કાર્યાલય ધમધમતા કર્યા

vartmanpravah

કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ‘વિશ્વ દિવ્‍યાંગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્‍ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

vartmanpravah

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

વલસાડ રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્‍તિ માટે જિલ્લા કલેક્‍ટરને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment