October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ દત્તકગ્રહણ સંસ્‍થા ખાતે કલેક્‍ટરના હસ્‍તે બાળકને દત્તક આપવાની પૂર્ણ થયેલી વિધિ

હવે, બાળકને દત્તક લેવાની પારદર્શક અને સરળ બનેલી પ્રક્રિયા

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી અને દમણ-દીવના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ વિશિષ્ટ દત્તક ગ્રહણ સંસ્‍થા ઝંડા ચોક, સેલવાસ ખાતે કાર્યરત છે. આ સંસ્‍થા કોઈપણ માતા-પિતા દ્વારા સમર્પિત કરેલું બાળક ત્‍યજી દેવાયેલ બાળક અથવા કોઈપણ બાળક જેનું કોઈ ન હોય અને તેની ઉંમર 0 થી 6 વર્ષ હોય તો તેને આ સંસ્‍થામા મુકવામાં આવે છે.
આ સંસ્‍થામાં કલેક્‍ટર અને સચિવ શ્રીમતી ભાનુ પ્રભા અને ઉપસચિવ શ્રી મનોજ પાંડેના માર્ગદર્શન હેઠળ વિશિષ્ટ દત્તક સંસ્‍થાના આશ્રિત બાળકને એડોપ્‍સન રેગ્‍યુલેશન-2022 હેઠળ અન્‍ય રાજ્‍યના રહેવાસી માતા-પિતાને કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાના હસ્‍તે દત્તક આપવામાં આવેલ છે. સેલવાસના દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા અત્‍યાર સુધીમા 12 બાળકોને દત્તક આપવામાં આવેલ છે.
બાળક દત્તક લેવાની પ્રક્રિયા વિશેની માહિતીના અભાવના કારણે લોકો બાળક દત્તક લેવાથી વંચિત રહી જાય છે. જેથી જાહેર જનતાનેઅનુરોધ છે કે બાળક દત્તક લેવા માટે www.cara.nic.in સેન્‍ટ્રલ એડોપ્‍સન રિસોર્સ ઓથોરિટી પર ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે, જેના કારણે બાળક દત્તક લેવું પારદર્શક અને સરળ બન્‍યું છે. હવે માતા-પિતાને બાળક દત્તક લેવાના રજીસ્‍ટ્રેશન માટે અન્‍ય રાજ્‍યમાં જવાની જરૂર નથી.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટ બેડનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

રાજ્‍યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચા

vartmanpravah

વલસાડ જિલ્લામાંકોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ નજીક હાઇટેનશન વીજટાવર ઉપર અજાણ્‍યા વ્‍યક્‍તિ ચઢી જતાં બળીને ભથ્‍થું

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

vartmanpravah

Leave a Comment