ડુંગરી પુલ ડેમેજ થયેલ તે બાબતે લોકોને એકત્રિત કરવા બદલ ધારાસભ્યએ નિલેશ ખારાને ધમકી આપી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરતભાઈ પટેલ વિરૂધ્ધ ધમકી આપવા સબબ એક નાગરિકે ડી.એસ.પી. કચેરીમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે.
વલસાડ નજીક આવેલ ડુંગરી પુલ ડેમેજ થતા સ્થાનિક જાગૃત નાગરિક નિલેશ ખારાએ મામલો ઉજાગર કર્યો હતો. લોકોને એકઠા કર્યા હતા તેમજ ધારાસભ્યની જવાબદારી ઠેરવી હતી તેથી ધારાસભ્ય ભરતભાઈ પટેલએ નિલેશ ખારાને કથિત ધમકી આપી હતી તે અંતર્ગત નિલેશ ખારાએ જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી ધારાસભ્ય ભરતભાઈ પટેલ વિરૂધ્ધ તા.19-7-2023ના રોજ આપી હતી.