September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીથી 12.99 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપતી એલસીબી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29: વલસાડ એલસીબી પીઆઈ વી.બી. બારડની સૂચના અનુસાર એલસીબીની ટીમ પારડી વિસ્‍તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન દારૂ ભરેલો ટેમ્‍પો દમણથી બગવાડા થઈ નીકળી રહ્યો હોવાની બાતમી મળતા તેઓએ બગવાડા પારસ પેટ્રોલ પંપ ખાતે વોચ ગોઠવતા બાતમીવાળો ટેમ્‍પો નંબર જીજે 15 એટી 0816 આવતા તેને અટકાવી તપાસ દરમિયાન દમણ બનાવટનો વિદેશી દારૂ 185 બોક્‍સમાં 7440 નંગ દારૂની બોટલ કિંમત રૂપિયા 8,94,000 મળી આવતા ટેમ્‍પોની કિંમત રૂપિયા 4 લાખ મળી કુલ 12.99 લાખનો મુદ્દામાં કબજે કરી ટેમ્‍પો ચાલક મઝહર રહેમતુલ્લા ખાન રહે.વાપી ડુંગરી ફળિયાની ધરપકડ કરી પૂછપરછ દરમ્‍યાન આ દારૂ વાપી કરવડ ખાતે રહેતા રોનક સિંગ સુનિલસિંગે ભરી આપી સુરત ઉધના ખાતે સોલેહ ખાનને આપવાનો હોય આ બંને ઈસમોને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આદીવાસી એકતા મંચ દ્વારા આયોજીત : આદિવાસી સ્‍વાભિમાન અધિકાર યાત્રાનું પારડી ખાતે આગમન

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: વલસાડથી દમણ નોકરીએ જતા યુવકની કાર બે ટ્રક વચ્‍ચે સેન્‍ડવીચ બની જતા કમકમાટી ભર્યુ મોત

vartmanpravah

દમણની સરકારી પોલીટેકનિક કોલેજમાં સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગ દ્વારા ‘એન્‍જિનિયર્સ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણના ભામટી ગામ ખાતે સંત નિરંકારી મંડળનો વિશાળ સત્‍સંગ સમારંભ યોજાયો: વ્‍યાસપીઠ ઉપરથી સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શૈલેષભાઈ સોલંકીએ આપેલા આશીર્વચન

vartmanpravah

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાતઃ મિશન 2024માં સોળે કળાએ કમળ ખિલવવા કવાયત

vartmanpravah

Leave a Comment