(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14: સંઘપ્રદેશ દમણના ડાભેલ આટિયાવાડ વિસ્તારમાં આવેલ ચંચળ ઘાટ તળાવમાં આજે બપોરે ન્હાવા પડેલા 3 થી 4 બાળકો પૈકી એક બાળકનું ડૂબી જતા કરૂણ મોન નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણના ડાભેલ આટિવાડ વિસ્તારમાંઆવેલ ચંચળ ઘાટ તળાવબમાં આજે બપોરના સમયે 4 જેટલા બાળકો ન્હાવા પડયા હતા. જેમાં એક રાજ સંજય કેવટ નામક 7 વર્ષીય બાળક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી ગભરાયેલા બાળકોએ તાત્કાલિક આસપાસના સ્થાનિક લોકો અને તેમના માતા-પિતાને જાણ કરી હતી. જે બાદ તરવૈયાઓએ લગભગ બે કલાક સુધી સઘન શોધખોળ કરીને તળાવમાંથી બાળકને બહાર કાઢયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાળકને મરવડ હોસ્પિટલમાં લાવી હતી. જ્યાં હાજર ડોક્ટોરએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતથી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી.