Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

પ્રધાનમંત્રીએ ટ્‍વીટ કરી દીવના કલાકાર અને ચિત્રકાર પ્રેમજીત બારિયાની કૃતિની કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે પોતાના સત્તાવાર ટ્‍વીટમાં દીવના પ્રસિદ્ધ કલાકાર અને ચિત્રકાર શ્રી પ્રેમજીત બારિયા પાસેથી તેમને મળેલી દીવની ઉત્‍કૃષ્‍ટ કલાકૃતિઓની ભરપુર પ્રશંસા કરી હતી અને પ્રેમજીત બારિયા દ્વારા કરવામાં આવેલા આર્ટ વર્કની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આવતા દિવસોમાંલોકોને આ પ્રકારના સરાહનીય કામો દીવની મુલાકાત લેવા માટે પ્રેરિત કરશે એવી લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દીવના પ્રસિદ્ધ કલાકાર અને ચિત્રકાર શ્રી પ્રેમજીત બારિયાને ગત 5મી એપ્રિલના રોજ પદ્મશ્રી એવોર્ડથી સન્‍માનિત કરાયા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ એક મહિનાની અંદર બીજી વખત દીવને યાદ કરતા આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રત્‍યેના તેમના સ્‍નેહના પણ દર્શન થયા છે. અત્રે યાદ રહે કે, દેશની આઝાદીના 75 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સિવાયના એક પણ પ્રધાનમંત્રીશ્રીએ દેશના દીવ જેવા કોઈપણ ટચૂકડા વિસ્‍તાર માટે એક પોસ્‍ટ કાર્ડ પણ લખ્‍યો હોવાનું જણાતુ નથી. જે ખુબ જ સૂચક છે.

Related posts

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટમાં વાપી હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

vartmanpravah

વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો

vartmanpravah

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વલસાડ એસટી વિભાગ વેકેશન દરમિયાન વધારાની લોકલ અને એક્‍સપ્રેસ બસો દોડાવશે

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ રાણાની ચાલમાંથી 5,330 કી.ગ્રા. ગાંજાના જથ્‍થા સાથે આરોપીને એસ.ઓ.જી.એ ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment