October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્‍યાંગ બાળકોને નિઃશૂલ્‍ક ભોજન સેવાની શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વાપીના એલ્‍યુર જય રાધે ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા ફ્રી ભોજન સેવાની શરૂઆત કરાઈ હતી. પ્રથમ હોસ્‍પિટલમાં દર્દીઓને અને જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્‍યું હતું. પરંતુ આજ રોજ ટ્રસ્‍ટ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રસ્‍ટની બહાર દરરોજ જે પણ જરૂરિયાતમંદ કે ભૂખ્‍યા લોકો હશે તેઓને પણ આ ટ્રસ્‍ટ દ્વારા બહાર ભોજન પૂરું પાડવામાં આવશે. આ સેવા સિવાય પણ દિવ્‍યાંગ બાળકોને શાળામાં જઈભોજન વિતરણ કરાય છે. આ વિકલાંગ બાળકોની શાળામાં ટ્રસ્‍ટ દ્વારા દરરોજ બપોરે આશરે 125 વિકલાંગ બાળકોને વિના મૂલ્‍યે ભોજન પૂરું પાડી સેવાનું કામ થઈ રહ્યું છે. આ પહેલમાં જોડાવા અને સેવાકીય કાર્યોમાં સાથ સહકાર આપવા માટે મોહન રાયસીંગાની અને અંજલિ રાયસીંગાની દ્વારા શરૂ કરાયેલી આ સેવા જ્‍યાં સુધી એલ્‍યુર જય રાધે ફાઉન્‍ડેશન કાર્યરત રહેશે ત્‍યાં સુધી જરૂરતમંદોને ભોજન અપાશે. દાન આપવા માટે શૈલેષભાઈ લાડના મો.નં. 7227055201 ઉપર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

વાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાનું ગૌરવ

vartmanpravah

ચીખલીના માંડવખડક ગામે આઈટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગે અથાલમાં મીઠાઈની દુકાનમાં રેડ પાડતાં ભેળસેળવાળો માવો મળી આવતા દુકાનને તાળુ માર્યું

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

સિલધા ગામના આબાડપાણી ફળિયામાં રસ્‍તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

Leave a Comment