October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં ટ્રાફિક જાહેરનામુ ઓડ-ઈવનનો છેદ ઉડી રહ્યો છે : વાહનોનું આડેધડ પાર્કિંગ

ખાનગી એજન્‍સી પવનસુતને અપાયેલ 50 લાખનો કોન્‍ટ્રાક્‍ટર છતાં સમસ્‍યા ઠેર ને ઠેર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી જીઆઈડીસીમાં ટ્રાફિક સમસ્‍યાનું નિવારણ કરવા માટે ઓડ-ઈવન જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું હતું પરંતુ એસ્‍ટેટમાં તેની અમલવારી થતી જોવા મળતી નથી તેથી ટ્રાફિક સમસ્‍યા ઠેર ને ઠેર રહી છે અને જાહેરનામાનો પણ છેદ ઉડી રહ્યો છે. રાજકોટની ખાનગી કંપનીને 50 લાખનો કોન્‍ટ્રાક્‍ટ અપાયો છે પણ સ્‍થિતિમાં સુધારો જોવા મળતો નથી.
વાપી જીઆઈડીસી અતિ વ્‍યસ્‍ત જીઆઈડીસી છે. દરરોજ ત્રણથી ચાર હજાર વાહનોની અવર જવરનો ઉથલો રહે છે તેથી ભારે કોમર્શિયલ વાહનોના ભારણને લઈ વસાહતમાં ટ્રાફિક સમસ્‍યા ઉદ્દભવતી રહે છે. તેને નિયંત્રિત કરવા માટે અગાઉ બાલાજી નામની કંપનીને કોન્‍ટ્રાક્‍ટર અપાયો હતો પરંતુ આ એજન્‍સી સ્‍ટાફ વાહનો પાસેથી ઉઘરાણું કરવામાં રત રહેતો હોવાની ફરિયાદો બાદ બાલાજીને કેન્‍સલ કરવામાં આવી હતી તે પછી વી.આઈ.એ. અને નોટિફાઈડ દ્વારા 50 લાખ ઉપરાંતની રકમથી રાજકોટની ખાનગી એક એજન્‍સી પવન સુતને ટ્રાફિક કોન્‍ટ્રાક્‍ટ નિયંત્રિત કરવાનો ઈજારો અપાયો છે. પરંતુ સ્‍થિતિયથાવત જ છે. વસાહતમાં અમુક મુખ્‍ય રોડો ઉપર બન્ને તરફ વાહનોનો ખડકલો જોવા મળે છે. પરિણામે ટ્રાફિક નિયંત્રિત કરવાનો ઉદ્દેશ સર થતો નથી કે ઓડ-ઈવન જાહેરનામાનો પણ અમલ થતો જોવા મળી રહ્યો નથી.

Related posts

દમણની સેલો કંપનીમાં ફરજ બજાવતા સિક્‍યુરીટી ગાર્ડ ઉપર અજાણ્‍યા ઈસમે કરેલું ફાયરિંગ

vartmanpravah

ઘેજ ગામની સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

કપરાડાના સિલ્‍ધની સરકારી શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પ્રદર્શન યોજાયું

vartmanpravah

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

vartmanpravah

યુનેસ્‍કો પ્રેરિત એઆરસી એડટેક સંસ્‍થા દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલને ગ્‍લોબલ સસ્‍ટેનેબિલિટી એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી ત્રણ-ચાર દિવસભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

vartmanpravah

Leave a Comment