August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વાગત સપ્તાહની ઉજવણીની શરૂઆતમાં ગ્રામ સ્‍વાગત કાર્યક્રમોમાં વલસાડ જિલ્લામાંથી 608 અરજી મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: મુખ્યમંત્રીશ્રીનાં જનસંપર્ક કાર્યક્રમ હેઠળ, ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરુઆત તા.૨૪ એપ્રિલ -૨૦૦૩નાં રોજ થઈ હતી. આ કાર્યક્રમને એપ્રિલ મહિનામાં ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે વલસાડ જિલ્લામાં આ માસના ચોથા સપ્તાહની "સ્વાગત સપ્તાહ" તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાનાં વિવિધ ગામોમાં ગ્રામ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં વિવિધ ગામોમાંથી કુલ ૬૦૮ જેટલી અરજીઓ મળી છે.
વલસાડ જિલ્લાનાં વિવિધ તાલુકાઓનાં ગામડાઓમાં ગ્રામ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં વલસાડ તાલુકામાંથી ૧૩૨ અરજી, ધરમપુર તાલુકામાંથી ૧૫૬ અરજી, પારડી તાલુકામાંથી ૯૦ અરજી, કપરાડા તાલુકામાંથી ૧૦૮ અરજી, ઉમરગામ તાલુકામાંથી ૭૩ અરજી અને વાપી તાલુકામાંથી ૪૯ અરજી અને રજૂઆત મળી છે. આમ, આ તમામ અરજીઓ ઉપર જરૂરી નિયમોનુસાર કાર્યવાહી કરી તમામ અરજીઓને ૨૪ એપ્રિલ થી ૨૬ એપ્રિલ સુધી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લઈ નિકાલ કરવામાં આવશે.
આગામી દિવસોમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ વલસાડ જિલ્લામાં યોજાશે. ત્યારે વધુમાં વધુ લોકોને કાર્યક્રમમાં જોડવા માટે ઈન્ચાર્જ કલેક્ટરશ્રી મનિષ ગુરવાનીએ સંબંધિત અધિકારીઓને સુચન કર્યુ છે. ૨૪ થી ૨૬ નાં રોજ દરેક તાલુકામાં તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તથા ૨૭ એપ્રિલનાં રોજ જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સપ્તાહની ઉજવણી દરમિયાન જિલ્લાનાં અલગ અલગ તાલુકામાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, પ્રાયોજના વહીવટદારશ્રી, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નાયબ કલેક્ટરશ્રી વલસાડ, પારડી અને ધરમપુર તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સહીત વર્ગ-૧ નાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.

Related posts

ઉમરગામની મુલાકાતે આવેલા પ્રશાંત કારૂલકરનું અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

મહારાષ્‍ટ્રમાં ફૂટબોલ રમવા જઈ રહેલા દાનહના ખેલાડીઓનો ટેમ્‍પો ફૂરઝા ગામ નજીક પલ્‍ટી જતાં 9થી વધુ યુવાનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

દમણમાં પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષના નિવાસ સ્‍થાને મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને અર્પણ કરાયેલ પુષ્‍પાંજલિ

vartmanpravah

77મા સમાગમની સેવાઓનું વિધિવત ઉદ્ધાટન

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા દુકાનોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ રેનકોટ જપ્ત કરી વેપારીઓને દંડિત કરાયા

vartmanpravah

Leave a Comment