Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આરસીએમે ઉમરગામ પાલિકાની કરેલી મુલાકાત

આકાર પામી રહેલા અને પામનારા વિકાસના કામોનો સ્‍થળ નિરીક્ષણ કરી મેળવેલા તાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.19: આજરોજ સુરત ડિવિઝન રિજનલ કમિશનર મ્‍યુનિસિપાલિટી શ્રી ડીડી કાપડિયા અને એમની ઉચ્‍ચ અધિકારીઓની ટીમ સાથે ઉમરગામ પાલિકાની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પાલિકા હદ વિસ્‍તારમાં થઈ રહેલા વિકાસના કામો અને નજીકના ભવિષ્‍યમાં થનારા કામોની સમીક્ષા કરવા માટે સ્‍થળ નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. વિકાસના કામોનું સ્‍થળ નિરીક્ષણ દરમિયાન પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ, કારોબારી અધ્‍યક્ષ શ્રી ગૌરવભાઈ માછી, ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી સહિતના અગ્રણી ચૂંટાયેલા કાઉન્‍સિલરો તેમજ શ્રી ઈશ્વરભાઈ બારી, શ્રી સચિનભાઈ માછી, શ્રી જીગ્નેશભાઈ બારી સહિતના આગેવાનો તેમજ અધિકારીઓમાં એડિશનલ કલેક્‍ટર, એક્‍ઝિકયુટ એન્‍જિનિયર, ઈન્‍ચાર્જ પાલિકાના ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલને જોડે રાખી સંપૂર્ણ પરિસ્‍થિતિનો તાગ મેળવવાનો પ્રયત્‍ન કર્યો હતો. વિકાસના કામોમાં પારદર્શક વહીવટ સાથે ગતિ લાવવાના પ્રયાસ માટે જરૂરી સલાહ સૂચનો કરવામાં આવ્‍યા હતા. ઉમરગામ પાલિકામાં થઈ રહેલા અને ભવિષ્‍યમાં થનારા વિકાસના કામોમાં એમ એમહાઈસ્‍કૂલ ક્રિકેટ ગ્રાઉન્‍ડ, નવનિર્મિત કચેરી ભવન, લોકમાન્‍ય તિલક લાઈબ્રેરી, ડમ્‍પીંગ સાઈટ, ઓડીટેરિયમ અને સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ, કામરવાડ તળાવ, આ ઉપરાંત જલ સે નલ યોજના અંતર્ગત થયેલા કામની પણ જાણકારી હાંસલ કરી હતી.

Related posts

ફડવેલના તળાવમાં લીલાછમ ચાદર સાથે રંગબેરંગી કુંભના ફૂલો વચ્‍ચે સૌંદર્યથી ભરપુર ખીલેલા કમળનો મનમોહક નજારો

vartmanpravah

દાનહ એક્‍સાઈઝ વિભાગે લુહારીથી 174 બોક્ષ દારૂનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

આજે દપાડા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ખાતે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ

vartmanpravah

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

વાપી અંબા માતા મંદિરે સદભાવના સંત સંમેલન યોજાયું

vartmanpravah

Leave a Comment