(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવમાં જનજાતિય પખવાડા અંતર્ગત નિબંધ લેખન પ્રવૃત્તિનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં શિક્ષિકા શીખા નાયકદ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા દરેક શાળાઓમાં જનજાતિય ગૌરવ પખવાડા 2024 અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું હોય જેને લઈ શાળામાં ધોરણ 8, 9 અને 11 ના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નવયુવાન સ્વાતંત્ર્ય સેનાની આદિવાસીઓના ઉત્કર્ષ માટેના ઘણા પ્રયત્નો કરનાર એવા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડા અંગે સરસ મજાના નિબંધો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સરસ મજાના નિબંધોને લઈ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/11/WhatsApp-Image-2024-11-19-at-4.47.25-PM-960x679.jpeg)