Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી બસ સ્‍ટેન્‍ડનું ખાતમુહૂર્ત થયાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં કામ શરૂ ન થતાં સર્જાયેલ અનેક તર્ક-વિતર્ક

રૂા.3.04 કરોડના ખર્ચે નિર્માણ થનારા બસ સ્‍ટેન્‍ડનું ખાતમુહૂર્ત પમી સપ્‍ટેમ્‍બરના રોજ થયું હતું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: નેશનલ હાઈવેને અડીને આવેલા ચીખલી બસ સ્‍ટેન્‍ડ રાજ્‍ય આંતરરાજ્‍ય અને સ્‍થાનિક બસોના રૂટથી અને મુસાફરોથી ધમધમતું રહે છે. આ બસ સ્‍ટેન્‍ડ અધતન સુવિધાવાળું બનાવવા માટે જુના બસ સ્‍ટેન્‍ડનું ડિમોલિશન કરી નાખવામાં આવ્‍યું હતું અને રૂા.3.04 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા બસ સ્‍ટેન્‍ડના બાંધકામનું ખાતમુહૂર્ત પમી સપ્‍ટેમ્‍બરના રોજ કરવામાં આવ્‍યું હતું. 1761 ચો.મી.ના બાંધકામમાં પ્‍લેટફોર્મ, ડ્રાઇવર કંડકટર, લેડીઝ કંડકટર રેસ્‍ટ રૂમ, બેબી ફિડિંગ રૂમ, કેન્‍ટીન, પાસ રૂમ, કિચન વોટર રૂમ, ઈલેક્‍ટ્રીક રૂમ, સ્‍ટોલ, બેઠક વ્‍યવસ્‍થા સાથેનો મુસાફરો માટેનો વેઈટિંગ હોલ, શૌચાલય સહિતની સુવિધાનોસમાવેશ થાય છે.
જોકે હાલે, ખાતમુહૂર્ત થવાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં બસ સ્‍ટેન્‍ડનું બાંધકામ શરૂ થયું નથી. આ બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 11 માસની છે. ત્‍યારે સમય મર્યાદામાં પૂર્ણ થશે કે કેમ તેવા સવાલો ઉભા થવા પામ્‍યા છે. બીજી તરફ હાલે જે બસ સ્‍ટેન્‍ડની વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે. તેમાં વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને હાલાકી વેઠવા પડી રહી છે. ત્‍યારે એસટી તંત્રને મોટા ઉપાડે ખાતમુહૂર્ત કરાયા બાદ બાંધકામ શરૂ કરવાનું મુહૂર્ત ક્‍યારે મળશે તે જોવું રહ્યું.

Related posts

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં દર્દી પાસે ઓપરેશન પેટે 12 હજાર વસુલવામાં આતા મામલો ગરમાયો

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

ચીખલીના ઘેકટીમાં જીઆઈડીસી વિસ્‍તારમાંથી છોડાતા કેમિકલવાળા ગંદા પાણીથી ખેતીવાડી અને જીવ સૃષ્‍ટિ માટે ખતરો!

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ 9 અને સભ્‍યોના ર4 ફોર્મ રદ થયા

vartmanpravah

ઝરોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વનભોજનનુ આયોજન કરાયુ

vartmanpravah

લોકસભા 2024ની ચૂંટણીમાં દમણ-દીવ બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર કોણ?: અટકળોનું બજાર ગરમ

vartmanpravah

Leave a Comment