January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર, છરવાડા, વાપીમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ચેરમેન શ્રી હિંમતસિંહજી જાડેજાએ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને ‘ગાંધી જયંતીની’ શુભકામના પાઠવી હતી. આછાર્ય ડો.રાજેશ્વરી, કાઉન્‍સિલર ભારતી બા જાડેજા, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ સભાગૃહમાં ઉપસ્‍થિત રહ્યા હતા. વિદ્યાર્થી તેમજ શિક્ષક દ્વારા મહાત્‍મા ગાંધી વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં ગાંધીજીનીવિચારસરણીને અનુલક્ષીને અહિંસા અને સ્‍વચ્‍છતાનો પાઠ વિદ્યાર્થીઓ શીખે એ માટે માર્ગદર્શન પૂラરું પાડવામાં આવ્‍યું હતું. તેમજ ‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા અને સંસ્‍કાર સ્‍વચ્‍છતા’ વિષય ઉપર સ્‍લોગનોની હરીફાઈ પણ કરવામાં આવી હતી. દેશ, સમાજમાં સ્‍વચ્‍છતા રહે તે માટે પ્રતિજ્ઞા પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લેવામાં આવી હતી. સ્‍વચ્‍છતા કાર્યક્રમ હેઠળ શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા શાળાનાં પ્રાંગણમાં સ્‍વચ્‍છતા પણ કરવામાં આવી હતી. આમ, ગાંધી જયંતીની ઉજવણી શાળામાં હર્ષ ઉલ્લાસથી કરવામાં આવી હતી.

Related posts

દાદરાની સાંઈનાથ પ્‍લાસ્‍ટિક કંપનીના કામદારે ન્‍યાય માટે લેબર ઓફીસમાં કરેલી ફરિયાદ

vartmanpravah

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની નિમણૂંક : ખેડૂતોમાં ઉત્‍સાહ અને આનંદની લાગણી

vartmanpravah

નાનીવહીયાળ હાઈસ્‍કૂલને પ્રથમવાર કેન્‍દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

નવસારી જિલ્લામાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ વિતરણ કરાશે

vartmanpravah

Leave a Comment