(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા પ્રશાસકના માર્ગદર્શનમાં ખેલ અને યુવા વિભાગના સચિવ અને નિર્દેશકના સહયોગ દ્વારા ત્રણ દિવસીય ઓપન લેવલ સ્વીમીંગ હરીફાઈનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સેલવાસમાં કરવામાં આવ્યું હતું. જેમાં પુરુષ અને મહિલા વર્ગની ચાર અલગ અલગ હરીફાઈ રાખવામાં આવી હતી. ફ્રી સ્ટાઈલ રિલે, મેડલી રિલે, ડાઇવિંગ સ્પિં્રગ બોર્ડ ફોરવર્ડ, બેકવર્ડ, ઈન્વર્ડ, રિવર્સ, ટ્વીસ્ટિંગ અને આર્મ સ્ટેન્ડ અને ડાઈવિંગ પ્લેટફોર્મ વગેરે. આહરીફાઇમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ટ્રોફી અને ખેલ ઉપયોગી સાહિત્ય આપી પુરસ્કળત કરવામાં આવ્યા હતા.